Sports

રાજસ્થાન રોયલ્સ સામેની રવિવારની મેચમાં આરસીબી હારની હેટ્રિકથી બચવા માગશે

જયપુર : આઇપીએલમાં (IPL) આવતીકાલે રવિવારે જ્યારે ડબલ હેડરની પહેલી મેચમાં બપોરે 3.30 વાગ્યે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) રાજસ્થાન રોયલ્સ (RR) સામે મેદાનમાં ઉતરશે ત્યારે તેઓ હારની હેટ્રિક ટાળવા માગશે. આ મેચમાં વર્તમાન સિઝનમાં અત્યાર સુધી રન બનાવનાર ભારતીય યુવા બેટર યશસ્વી જયસ્વાલ અને અનુભવી દક્ષિણ આફ્રિકન ફાફ ડુ પ્લેસિસવચ્ચે પણ પર્પલ કેપ માટેની રોમાંચક સ્પર્ધા જોવા મળશે. જયસ્વાલ અને ડુ પ્લેસિસ બંને અત્યારે શાનદાર ફોર્મમાં છે.

હાલમાં સૌથી વધુ રન બનાવવા મામલે આ બંને અન્ય તમામથી આગળ છે. ડુપ્લેસિએ 11 ઇનિંગ્સમાં છ અર્ધસદીઓની મદદથી 576 રન બનાવ્યા છે તે બીજી તરફ જયસ્વાલ તેનાથી માત્ર એક રન પાછળ છે. જયસ્વાલે 12 ઇનિંગ્સમાં ચાર અર્ધસદી અને એક સદીની મદદથી 575 રન બનાવ્યા છે. રવિવારની આ હાઇ પ્રોફાઇલ મેચમાં બેમાંથી કોણ વધુ ઉમદા સાબિત થશે તે આવતીકાલે જોવા મળશે. આરસીબી આ મેચમાં હારની હેટ્રિક ટાળવા માટે કોઈ કસર છોડશે નહીં. તેને છેલ્લી બે મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ રાજસ્થાન રોયલ્સે સતત ત્રણ પરાજય બાદ ગુરુવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર) સામે નવ વિકેટથી જંગી જીત નોંધાવી હતી, જેનાથી ચોક્કસપણે તેમનું મનોબળ વધ્યું હશે.

Most Popular

To Top