નવી દિલ્હી: બેંકિંગ નિયમો(Banking Rules)નું યોગ્ય રીતે પાલન ન કરવાને કારણે, RBI વારંવાર બેંકો સામે કાર્યવાહી કરતી રહે છે. ભારતીય રિઝર્વ બેંક આ મુદ્દે હવે કડક બની છે, ખાસ કરીને સહકારી બેંકો(Co-operative Bank) મામલે. રિઝર્વ બેંકે(Reserve Bank Of India) આઠ સહકારી બેંકો(Co-operative Banks) સામે કાર્યવાહી કરી છે. બેંકિંગની કેટલીક જોગવાઈઓનું પાલન ન કરવા બદલ આ સહકારી બેંકોને 40 લાખ રૂપિયા સુધીનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
સેન્ટ્રલ બેંકે આટલો દંડ ફટકાર્યો
રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે મહેસાણા કો-ઓપરેટિવ બેંક (Mehsana Urban Co-operative Bank, Gujarat) પર 40 લાખ રૂપિયાનો મહત્તમ દંડ ફટકારવામાં આવ્યો છે. મહેસાણા કો-ઓપરેટિવ બેંકે 2016માં થાપણો પરના વ્યાજ દર અંગે સહકારી બેંકો માટે જાહેર કરેલી તેની એક સૂચનાનું પાલન કર્યું નથી. જેના કારણે સેન્ટ્રલ બેંકે તેના પર 40 લાખ રૂપિયાનો દંડ લગાવવાનો નિર્ણય કર્યો છે. સેન્ટ્રલ બેંકે જણાવ્યું હતું કે ઇન્દાપુર અર્બન કો-ઓપરેટિવ બેંક (Indapur Urban Cooperative Bank, Indapur, Maharashtra) પર માહિતી પ્રદાન કરવા સંબંધિત જોગવાઈઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળતા 7 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.
KYCની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવું ભારે પડ્યું
રિઝર્વ બેંકે કહ્યું કે વરુડ અર્બન કો-ઓપરેટિવ બેંક (Warud Urban Co-operative Bank, Warud, Maharashtra), ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ સેન્ટ્રલ બેંક મર્યાદિત (Jila Sahakari Kendriya Bank Maryadit, Chhindwara, Madhya Pradesh) અને યવતમાલ અર્બન કો-ઓપરેટિવ બેંક. (Yavatmal Urban Co-operative Bank, Yavatmal, Maharashtra) સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. આમાંની બે બેંકો મહારાષ્ટ્રમાં આવેલી વરુડ અર્બન કો-ઓપરેટિવ બેંક અને યવતમાલ અર્બન કો-ઓપરેટિવ બેંક છે, જ્યારે ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ સેન્ટ્રલ બેંક મર્યાદિત મધ્ય પ્રદેશના છિંદવાડામાં સ્થિત છે. KYC સંબંધિત જોગવાઈઓનું યોગ્ય રીતે પાલન ન કરવા બદલ આ ત્રણ સહકારી બેંકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
આ ત્રણેય સહકારી બેંકો પણ ટાર્ગેટ બની
આ સિવાય છત્તીસગઢ સ્ટેટ કો-ઓપરેટિવ બેંક મર્યાદિત, રાયપુર પર KYCની અનેક જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ 25 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. રિઝર્વ બેંકે ગર્હા કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, ગુના, મધ્યપ્રદેશ, ગુના, મધ્યપ્રદેશ અને ગોવા રાજ્ય સહકારી બેંક, પણજી સામે પણ કાર્યવાહી કરી છે. સેન્ટ્રલ બેંકે કહ્યું કે આ આઠ બેંકો સામે લેવામાં આવેલી કાર્યવાહીનો અર્થ એ છે કે તેઓએ બેંકિંગ જોગવાઈઓનું યોગ્ય રીતે પાલન કર્યું નથી. તે બેંકો અને તેમના ગ્રાહકો વચ્ચેના કોઈપણ વ્યવહાર સાથે સંબંધિત નથી.
ગયા મહિને આ બંને બેંકો પર કાર્યવાહી
ગયા મહિનાની શરૂઆતમાં, સેન્ટ્રલ બેંકે ઉત્તર પ્રદેશ સ્થિત લખનૌ અર્બન કો-ઓપરેટિવ બેંક અને અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, સીતાપુર પર કાર્યવાહી કરી હતી. બગડતી નાણાકીય સ્થિતિને કારણે આ બંને બેંકો પર નિયંત્રણો લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બંને સહકારી બેંકો પર છ મહિના માટે નિયંત્રણો લાગુ છે. આ અંતર્ગત લખનૌ અર્બન કો-ઓપરેટિવ બેંકના ગ્રાહકો 30 હજાર રૂપિયાથી વધુ ઉપાડી શકશે નહીં. તેવી જ રીતે, અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડના ગ્રાહકો 50,000 રૂપિયાથી વધુ ઉપાડી શકશે નહીં.