Business

બેન્કો પર RBIની કડકાઇ! જો ATM માં કેશ પતી ગઇ તો ભારે દંડ લાદવામાં આવશે, જાણો નવો નિયમ

એટીએમમાં ​​રોકડનો અભાવ (એટીએમ કેશ -આઉટ) (ATM cash out) એક મોટી સમસ્યા છે. અમુક સમયે ATM માં નાણાંના નહીં હોવાને કારણે તમારે રોકડ કટોકટીનો પણ સામનો કરવો પડ્યો હશે.

ઘણી વખત એવું બને છે કે આપણે ATM માં પૈસા ઉપાડવા જઈએ છીએ અને એટીએમમાં રોકડ નથી હોતી, પછી ગ્રાહકે (Customer) ધક્કા ખાવા પડતા હોય છે. પરંતુ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) એ લોકોની અસુવિધા દૂર કરવા માટે બેંકો (Banks) પર કડક નિર્ણય લેવાનો નિર્ણય કર્યો છે. હવે જો એટીએમમાં ​​ચોક્કસ સમયગાળાથી વધુ સમય સુધી રોકડ નહીં હોય તો તેના માટે તે એટીએમની સંબંધિત બેંકને ભારે દંડ ભરવો પડશે. RBI એ મંગળવારે એટલે કે 10 ઓગસ્ટ, 2021 ના ​​રોજ એક નવો પરિપત્ર (Letter) બહાર પાડ્યો છે, જેમાં આ નવા નિયમનો અમલ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

10,000 નો દંડ થશે
આરબીઆઈએ તેના પરિપત્રમાં કહ્યું છે કે બેંકો સુનિશ્ચિત કરશે કે તેમના એટીએમમાં ​​હંમેશા પૂરતી રકમ ઉપલબ્ધ રહે. જ્યારે પણ એટીએમમાંથી રોકડ ખતમ થઈ જાય, ત્યારે તેને તાત્કાલિક ભરી દેવી જોઈએ. જો એક મહિનામાં એટીએમ 10 કલાકથી વધુ સમય સુધી રોકડથી ખાલી રહેશે, તો તે બેંકને દંડ ફટકારવામાં આવશે. એટલે કે, જો રોકડ સમાપ્ત થયાના 10 કલાકથી વધુ સમય પછી એક મહિનામાં બેંકના કોઈપણ ATM માં રોકડ પૂરી પાડવામાં આવી નથી, તો RBI તે બેંક પર 10,000 રૂપિયાનો દંડ લગાવશે. બીજી મોટી વાત એ છે કે એટીએમ દીઠ 10,000 નો દંડ લાગુ પડશે.

RBI એ શું કહ્યું
કેન્દ્રીય બેંકે ‘Scheme of Penalty for non-replenishment of ATMs’ હેઠળ આ નવો નિયમ જાહેર કર્યો છે. બેંકે કહ્યું કે રિઝર્વ બેંક સિસ્ટમમાં રોકડ જારી કરે છે, અને બેન્કો તેને તેમની શાખાઓ અને એટીએમ દ્વારા જનતા સુધી પહોંચાડે છે. પરંતુ એટીએમના કેશ નહીં હોવાની સમસ્યાની સમીક્ષા કરવામાં આવી, પછી જાણવા મળ્યું કે કેશ આઉટની સમસ્યાને લીધે લોકોને બિનજરૂરી સમસ્યાઓ થાય છે.

RBI એ તેના પરિપત્રમાં કહ્યું છે કે આ નવો નિયમ 1 ઓક્ટોબર, 2021 થી અમલમાં આવશે. આ પછી બેન્કોએ આ નિયમનું ચુસ્તપણે પાલન કરવું પડશે.

Most Popular

To Top