Sports

રવિન્દ્ર જાડેજાને આંગળી પર ક્રીમ લગાવવી પડી ભારે, ICCએ ફટકારી આ મોટી સજા

નવી દિલ્હી: ભારતે (India) આસ્ટ્રેલિયા (Australia) સામે નાગપુર ટેસ્ટમાં ઈનિંગ 130 રને જીત મેળવી હતી. મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ માત્ર 91 રનમાં સમેટાઈ ગયો હતો. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં (Test Series) 1-0ની સરસાઈ મેળવી લીધી છે. શ્રેણીની બીજી મેચ 17 ફેબ્રુઆરીથી દિલ્હીમાં રમાશે. પરંતુ આ દરમિયાન ICCએ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને (Ravindra Jadeja) એક સજા (punishment) ફટકારી છે. મેચ પહેલા હાથની આંગળીઓ પર ક્રિમ લગાવવા બદલ ICC રવિન્દ્ર જાડેજાને દંડ (penalty) ફટકાર્યો હતો.

આસ્ટ્રેલિયા સામેની જીતના જશ્ન વચ્ચે ભારતીય ટીમ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ICCએ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને તેની મેચ ફીના 25 ટકા દંડ ફટકાર્યો છે. આ સાથે જાડેજાના ખાતામાં એક ડીમેરિટ પોઈન્ટ પણ જોડાયો હતો. રવિન્દ્ર જાડેજાને ICCના લેવલ-1 નિયમના ભંગ બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતો.

હાથની આંગળી પર ક્રિમ લગવવા બદલ દંડ થયો
જાડેજાએ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે અમ્પાયરની પરવાનગી વિના પોતાની ટચલી આંગળી પર ક્રીમ લગાવી હતી, જેને ICCની આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણવામાં આવ્યું હતું. ICCએ જણાવ્યું હતું કે રવીન્દ્ર જાડેજાએ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે ICC કોડ ઓફ કન્ડક્ટની કલમ 2.20નો ભંગ કર્યો હતો. આ નિયમ રમતની ભાવનાથી વિપરીત વર્તન દર્શાવવા સંબંધિત છે. આઈસીસીએ કહ્યું કે જાડેજાએ ગુનો સ્વીકારી લીધો છે અને ઔપચારિક સુનાવણીની કોઈ જરૂર નથી.

બોલ ટેમ્પરિંગ માટે ICC દોષિત નથી
આ સમગ્ર મામલો નાગપુર ટેસ્ટના પહેલા દિવસે એટલે કે 9 ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગની 46મી ઓવરનો છે. તે ઓવર દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં જાડેજામોહમ્મદ સિરાજની હથેળીમાંથી ક્રીમ જેવું કંઈક લઈને ડાબા હાથની તર્જની પર લગાવતો જોવા મળ્યો હતો. જાડેજાએ મેદાન પરના અમ્પાયરોની પરવાનગી વિના આ કર્યું હતું, જેના કારણે તેને સજા કરવામાં આવી છે.

જાડેજા ટીમ ઈન્ડિયાની જીતનો હીરો
નાગપુર ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજાએ શાનદાર મેચ રમી હતી. ઓસ્ટ્રેલિયન ટીમની પ્રથમ ઇનિંગમાં રવિન્દ્ર જાડેજાએ પાંચ વિકેટ ઝડપી હતી. ત્યારબાદ જાડેજાએ 70 રનની ઇનિંગ રમીને બેટિંગમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. આ પછી જાડેજાએ ઓસ્ટ્રેલિયન ટીમની બીજી ઈનિંગમાં બે વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાને હાર તરફ ધકેલી દીધું હતું. આ ઓલરાઉન્ડ પ્રદર્શન માટે જાડેજાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top