હાસ્ય લેખક છું એટલે રાવણ અને શ્રાવણનું પાટિયું બેસાડવાની છૂટ તો લેવી પડે યાર..! હસાવવું તો અમારો ધંધો છે. માટે ચચરવું નહિ. (ચોખવટ પૂરી) વાંકદેખુના મૂછના આંકડા ખેંચાય તો, માફ કરે બીજું શું..? મને ખબર છે, અમુક તો કહેવાના જ કે, ‘ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગુ તેલી..!’પણ હસાવવા નીકળ્યા પછી, કેડમાં જ ગલગલિયાં કરાય, વાંહામાં નહિ. વાંહામાં ધોકાવાળી જ શોભે, ગલીપચી નહિ. શ્રાવણ એ શ્રાવણ છે, ને રાવણ એ રાવણ છે. શ્રાવણનાં સરવરિયાંને કોઈ આકાર-પ્રકાર કે વિકાર હોતો નથી.
રાવણ પ્રખર શિવભક્ત હતા પણ રાવણને તુચ્છ માની લીધો. કોઈએ ‘ડીપાણ’માં ડોકિયું કર્યું જ નહિ. બધા જાણે છે કે, અપરિમિત ગુણોના સ્વામી રાવણ બળ-જ્ઞાન અને ભક્તિમાં અતુલ્ય હતા. પણ જગતે માત્ર તેનો અહંકાર અને બુરાઈઓને જ દાઢમાં રાખી. પંડિતાઈ એટલી હતી કે, તેને માપી ના શકાય.જેના સ્વયં મહાશિવ સાક્ષી હતા, શિવજીનાં સાત નામ બોલવાં હોય તો આપણે ‘ફેંએએફેંએએ’થઇ જઈએ, જ્યારે શ્રી રાવણે તો ‘શિવતાંડવ સ્તોત્ર’લખેલું..! મા સીતાનું હરણ કરીને અપકૃત્ય કરેલું, એ બરાબર. બાકી કોઈ કન્યાનું અપહરણ કરવામાં હવે આપણો ગ્રાફ પણ ક્યાં નીચો છે..? શ્રાવણ એ મનોરંજન નથી, મનોમંથન છે.
શ્રાવણ સિવાયના મહિનામાં હોકી કે હન્ટર લઈને ફરતો હોય, કે ગાળા-ગાળી કરતો હોય ને શ્રાવણ બેસે એટલે રુદ્રાક્ષની માળા ઝાલી, પલાંઠી વાળીને ‘ઓમ નમ: શિવાય:‘ની ધૂન બોલી જવાથી, શિવભક્ત નહિ થવાય. જે પાંડિત્ય રાક્ષસમાં હતું, એ સાક્ષરમાં પણ હોવું જોઈએ ને..? પણ સાંજ પડે ને ‘દીવાબત્તી’ કરવા બેસી જવામાં મસ્ત હોય અને ગળું ભીનું કર્યા વગર જે રાત નહિ પડવા દે, એમણે શ્રી રાવણ પાસેથી ઘણું શીખવા જેવું પણ ખરું..! આખું વર્ષ ખાઈ પીઈને તાગડધિન્ના જ કર્યા હોય, કે દીવ-દમણ આબુના કિલોમીટર કાપી બાટલા જ ઉલાળ્યા હોય, એને શ્રાવણ અને ફાગણમાં કોઈ ભેદ નહિ દેખાય. ઉપવાસ કરવાનો આવે ને અંધારાં આવવા માંડે. પેટમાં કુરકુરિયાને બદલે, મદનિયા બોલવા માંડે.
જેમણે શ્રાવણ સિવાયના મહિનામાં નશેડી રજવાડું ભોગવ્યું હોય, એનાથી કોઈ એમ બોલે કે, ‘સાવન કો આને દો’તો સહન નહિ થાય..! અમુક બહાદુર પણ ખરા..! એક મહિનાનો ધાર્મિક GST લાગ્યો, એમ માની મનને મનાવી પણ લે..! પણ જેને રોજિંદી ટેવ હોય અને શ્રાવણમાં અટકે, તો એ તપસ્યા પણ કહેવાય. શિવજીની ભક્તિ ક્યારેય એળે જતી નથી. કોઈને કોઈ ફાયદો તો કરાવે જ..! શિવ ભોળકો ભૂતનાથ છે. પોતે સ્મશાનમાં રહે ને ભક્તોને બંગલામાં રાખે, પોતે વલ્કલ પહેરે ને આપણને બ્રાન્ડેડ લેંઘા પહેરાવે, પોતે ગળામાં નાગ રાખે ને આપણને સોનાની ચેઈન પહેરાવે..! એનો ઉપકાર વાળવાનો તહેવાર એટલે સરવરિયાં કરવાનો શ્રાવણ માસ..!
રોજિંદી દિનચર્યામાંથી સમય કાઢી ‘રીફ્રેશ’થવાનો માસ. ભક્તિને ટકાવવી હોય કે, સંવર્ધન કરવું હોય તો, કોઈ ને કોઈ સંકલ્પ પણ જોઈએ. એટલે ઘણાં લોકો શ્રાવણ માસમાં, દાઢી-મૂછનું વાવેતર પણ કરે..! એવાં શ્રદ્ધાળુ બની જાય કે શ્રાવણ પણ પાળે ને દાઢી મૂછ પણ પાળે..! શ્રાવણ પૂરો થાય ત્યાં સુધીમાં તો શ્રાવણમાં ભાદરવો ઘુસી ગયો હોય એમ, ક્યાં તો દાઢી મૂછમાં ભળી જાય, કે મૂછ દાઢીમાં પણ ભળી જાય.જે લોકો ‘ઓલરેડી’બારમાસી દાઢી-મૂછ રાખતા હોય, એમને તો બારેય માસ શ્રાવણ..! એવાનું સૌન્દર્ય પણ દાઢીથી જ ખીલે. માણસમાં કદાચ એકતાનો અભાવ હોય, પણ દાઢી-મૂછમાં હોતો નથી..!
પેટછૂટી વાત કરું તો, ભગવાન માટે કાઢેલું, રાખેલું, વાવેલું, વિચારેલું, ગાયેલું, બોલેલું, વગાડેલું કે ચાવેલું ક્યારેય વ્યર્થ જતું નથી. છોકરું સવારે વાંચે, રાતે વાંચે, મળસ્કે વાંચે કે ભરબપોરે વાંચે, એ મહત્ત્વનું નથી, એ જ્યારે પણ વાંચે એ મહત્ત્વનું છે. એમ ભક્તિ ક્યારે કરે એ મહત્ત્વનું નથી પણ ઉપરવાળાના ચોપડે ભક્તિ નોંધાવી જોઈએ. કારણ કે, ધરતી ઉપર રીટર્ન થવા માટેના ‘લાઈસન્સ’રીન્યુ કરવાના અધિકાર માત્ર ઉપરવાળાના હાથમાં છે. પૃથ્વી ઉપર ચૂંટાયેલા કોઈ ચમરબંધી પાસે નથી..!
આજે પણ, શ્રાવણ બેસે એટલે મારી શૈલીમાં પરિવર્તનનો પવન ફૂંકાવા માંડે. ભક્તિભાવના એવાં શંખ ફૂંકે કે આખું ઘર બદ્રીનાથ જેવું બની જાય. અનાજ કરતાં પ્રસાદ વધારે ખવડાવે..! અમે તો બધા યાત્રાધામમાં બેસીને હવનના ધુમાડા સૂંઘતા હોય તેવું લાગે. શ્રાવણ બેસે એટલે, વટહુકમ છૂટવા જ માંડે કે, ‘ખબરદાર જો કોઈએ ‘ખાધવાસ’ચલાવ્યો છે તો..! ફરજીયાત ઉપવાસ કરાવે..! દિવસમાં જય બોલવા સિવાય બીજું કંઈ આવે નહિ..!
મારે ગર્વ સાથે કહેવું પડે કે, શ્રાવણ માસમાં ચમનિયા જેવો શિવ ઉપાસક મેં ક્યાંય જોયો નથી. શ્રાવણ બેસે એટલે મંદિરમાં ધામો નાંખીને અખંડ શિવભક્તિ તો કરે જ. એટલું જ નહિ, જ્યાં સુધી શ્રાવણ ઊતરે નહિ ત્યાં સુધી, ગામમાં જેટલા ‘શંકર’ભાઈ હોય, એના ઘરે જઈને રોજ પગે લાગી આવે..! ને, ‘ઓમ નમ: શિવાય’ની ધૂન પણ બોલાવતો આવે!
લાસ્ટ બોલ
અલ્યા કમાલ છે, આ કયા અભિનેતાએ ફેશન કાઢી?
કેમ?
આગળથી શર્ટ ઇનશર્ટ કરેલું ને પાછળથી ખુલ્લું..?
ફેશન નથી કાકા, આ તો આગળથી શર્ટ ફાટેલું છે, ને પાછળથી પેન્ટ ફાટેલું છે..!
તો ઠીક, પણ રોજ તો ફુલ પેન્ટ પહેરે ને આજે કેમ ટૂંકી ચડ્ડીમાં..?
આજે શનિવાર એટલે..! Saturday is half day..!
અચ્છા..! તો રવિવારે શું કરશે ?
તારા કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.