શનિવારે મુંબઈ(Mumbai)ના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી (home minister) અનિલ દેશમુખ સામે ગંભીર આરોપ લગાવ્યા બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. શિવસેનાના સાંસદ સંજય રાઉત(sanjay raut)નાં ટ્વિટ પણ ભાજપના નેતા અને પાર્ટીના પ્રવક્તા રામ કદમે ટક્કર લીધી છે. રવિવારે સંજય રાઉતે રાજ્યમાં રાજકીય ગરબડ વચ્ચે જાવેદ અખ્તર(javed akhtar)ના એક શેરને ટ્વિટ કર્યું હતું, જેના પર ભાજપના નેતા પ્રતિક્રિયા આપી રહ્યા છે.
શાયરના અંદાજમાં આપી પ્રતિક્રિયા
સંજય રાઉતે ટ્વીટમાં લખ્યું છે કે, શુભ પ્રભાત , હમકો તો બસ તલાશ નયે રાસ્તે કી હૈ, હમ તો મુસાફિર એસે હૈ જો મંજિલ સે આયે હૈ. કદમે રાઉતની ટ્વિટ પર લખ્યું છે કે “મેરે ટૂટે દિલ સે કોઈ તો આજ પૂછે કે તેરા હાલ ક્યાં હૈ, કે તેરા હાલ લ્યા હૈ મેરે ટૂટે, કિસ્મત તેરી રીત નિરાલી, ઓ છલિયે કો છલને વાલી ફૂલ ખીલા તો ટૂટી ડાલી જિસ ઉલ્ફત સમજ બૈઠે, ક્યુ મેરી નજરો કે ધોખા થા કિસી કી ક્યાં ખતા હૈ મેરે ટૂટે… માંગી મુહબબત પાઇ જુદાઈ, દુનિયા મુઝકો..
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે શનિવારે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે દેશમુખ ઇચ્છે છે કે પોલીસ અધિકારીઓ દર મહિને બાર અને હોટલમાંથી ઓછામાં ઓછા 100 કરોડ રૂપિયા વસૂલ કરે છે. દેશમુખ ઉપર આ આક્ષેપો બાદ રાજ્યનો રાજકીય પારો વધ્યો છે. ભાજપે દેશમુખને પદ છોડવાની માંગ કરી છે. આ સાથે જ કોંગ્રેસના રાશિદ અલ્વીએ કહ્યું કે દેશમુખે રાજીનામું આપવું જોઈએ. રાજ ઠાકરેએ પણ આ કેસની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી હતી. કહ્યું- મહારાષ્ટ્રનું નામ બગડે છે.
બીજી તરફ મહારાષ્ટ્રમાં મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના પત્ર પછી રાજ્યની ગઠબંધન સરકાર પાટા પરથી ઉતરી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાના જોડાણની એમવીએ સરકારમાં હોબાળો થવાની સંભાવના છે. એવું કહેવામાં આવી રહ્યું છે શિવસેનાના સાંસદ સંજય રાઉતે પરમબીરસિંહના પત્ર વિવાદને લઈને કડક નિવેદનો આપ્યા છે. રાઉતે તમામ સાથીઓને આત્મનિરીક્ષણ કરવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે, તમામ પક્ષોએ તપાસ કરવી જોઈએ કે તેમના પગ જમીન પર છે કે નહીં.
મેં અગાઉ એમ પણ કહ્યું હતું કે કેટલાક કેસમાં રાજ્ય સરકારનું મોનિટર પહેલાથી થવું જોઈએ અને કેટલાક અધિકારીઓ પર પણ નજર રાખવામાં આવવી જોઇએ. રાજ્યના મુખ્ય પ્રધાને આ સરકારનું સન્માન ખૂબ જ મજબુત રીતે સાચવ્યું છે.