મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ અષાઢી બીજના પાવન અવસરે 144 મી જગન્નાથ રથયાત્રા (Jagannath Rath Yatra) ને પ્રસ્થાન કરાવતા પૂર્વે અમદાવાદ (ahmedabad) માં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન વહેલી સવારે મંદિર પરિસરમાં કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ને સતત પાંચમી વાર ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દ વિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) તથા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ આ વિધિમાં ભક્તિભાવ પૂર્વક સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ દર વર્ષે અષાઢી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રામાં આ વર્ષે પણ ભગવાનના રથની અને રથ યાત્રાના મંદિરથી પ્રસ્થાન માર્ગની સોનાની સાવરણીથી સેવા સફાઈ કરી પહિંદ વિધિ (Pahind Vidhi) સંપ્પન કરી હતી. મુખ્યમંત્રીએ અષાઢી બીજે કચ્છી નૂતન વર્ષ અવસરે કચ્છી સમાજના સૌ ભાઈ બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી.
અમદાવાદમાં (Ahmedabad) આજે કર્ફ્યુ વચ્ચે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા (Rathyatra) નિજ મંદિરેથી નગરચર્યાએ નીકળી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પહિંદવિધિ કરાવીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું છે. આ વખતની રથયાત્રા ભક્તો વગર જ નગર ચર્યાએ નીકળી છે. ન કોઇ ભજન મંડળી છે કે ન કોઇ ગજરાજ કે અખાડા જોડાયા છે. રથયાત્રા પરંપરાગત રૂટ પર ઝડપથી આગળ વધી રહી છે. ત્યારે ભક્તોએ પોતાના ઘરે જ બેસીને ભગવાનના દર્શન કર્યા હતા. રથયાત્રા જ્યારે સાંકળી ગલીઓમાં ગઇ ત્યારે આસપાસનાં ઘરનાં લોકોએ ભગવાન પર પુષ્પ, રંગો અને રંગબેરંગી કાગળો ઉડાવીને ભગવાનનું ભાવભીનું સ્વાગત કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કોરોનાને કારણે ભગવાનની રથયાત્રા માત્ર મંદિર પરિસરમાં જ ફરી હતી. જો કે, આજે આ અંતરાલ બાદ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નીકળી છે. સવારે 4 વાગ્યાથી મંગળા આરતીથી પરંપરાગત વિધિ શરૂ થઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.