મોડાસા: અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ બુટલેગરોના સીલ્કરૂટ તરીકે જાણીતો છે. વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ રતનપુર ચેકપોસ્ટ પરથી વિવિધ વાહનો મારફતે રાજ્યમાં ઠલવાઈ રહ્યો છે. જીલ્લા એસપી સંજય ખરાતના આગમન પછી દારૃબંધીની અમલવારી માટે શખ્ત કાર્યવાહી કરવામાં આવતા રતનપુર ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂની ઘૂસણખોરી પર જીલ્લા પોલીસતંત્ર મહદંશે સફળ રહ્યું છે.
શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક ટ્રકમાં પાર્સલમાં પેક કરેલ ૭.૨૧ લાખનો વિદેશી દારૂ જપ્ત કરી ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
શામળાજી નવનિયુક્ત પીએસઆઈ આશીષ પટેલ અને તેમની ટીમે શિવરાત્રીની સવારે બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવ્યું હતું.અણસોલ ગામ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા શંકાસ્પદ ઝડપ સાથે આવી રહેલ ટ્રક ચાલકને અટકાવવાનો ઈશારો કરતા ટ્રક ચાલક ટ્રક રોડ સાઈડ ઉભો રાખી નજીક ડુંગરોમાં નાસી છૂટતા પોલીસે ટ્રકમાં તલાસી લેતા પ્લાસ્ટિકના પાર્સલ મળી આવ્યા હતા. પોલીસે પ્લાસ્ટિકના પાર્સલ તોડતા અંદરથી વિદેશી દારૂની પેટી-૨૦૦ બોટલ નંગ-૨૪૦૦ કીં.રૂ.૭૨૧૨૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રકની કીં.૮ લાખ મળી કુલ.રૂ.૧૫૨૧૨૦૦/- નો જથ્થો જપ્ત કરી ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન
કર્યા હતા.