બળાત્કારીઓને પકડીને તેમનું ખસીકરણ કરવા માટેના કાનૂન હાલ મડાગાસ્કર અને નાઇજીરીયા દેશોમાં અમલી છે. હમણા અમેરિકાના લુઇઝિયાના રાજ્યમાં પણ બળાત્કારીઓનું ખસીકરણ કરી નાખવાનો કાનૂન મોજુદ છે. ‘સારાંશ’ કોલમમાં વિન્સી મરચન્ટ, બળાત્કારીઓને ખસીકરણ કરવા બાબતે વિગતે પ્રકાસ પાડે છે. આપણે ત્યાં અત્યારે બળાત્કારીઓનું ઘોડાપૂર ઉમટ્યું હોય તેવું લાગે છે. નાની બાળાઓથી માંડી ઉંમરલાયક ઓરતો ઉપર નરાધમો બળાત્કારો ગુજારતા રહેતા હોય છે. ઓપરેશન અથવા રસાયણોથી બળાત્કારીઓનાં ખસી કરવા જોઇએ. એવી માગ આપણે ત્યાં પણ ઉઠતી રહેતી હોય છે. જો આ કાનૂન આપણે ત્યાં કાર્યાન્વિત થાય તો બળાત્કારીઓ પીછેહઠ કરે જ. ખસીકરણ કર્યા પછી બળાત્કારીઓને કિન્નરો જેવું જીવન જીવવાનો વારો આવી શકે ખરો.
સુરત – બાબુભાઇ નાઇ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.