Gujarat

બળાત્કારી હેમંત (રાજુ) ત્રિકમલાલ ભટ્ટનો પાલિકામાં વેરો રૂા 82,213 બાકી

વડોદરા: હાઈપ્રોફાઈલ બળાત્કારનો આરોપી હેમંત ત્રિકમલાલ ભટ્ટ(રાજુ ભટ્ટ) જે 2 મિલન પાર્ક સોસાયટી નિઝામપુરા ખાતે રહે છે. તેનો મહાનગર પાલિકાનો વેરો પાલિકાના ચોપડે 82,213 બાકી બોલે છૅ. 2018માં વેરો ભર્યા બાદ વેરો ભરવામાં આવ્યો નથી. અને પાલિકા તરફથી કોઈપણ પ્રકારની ઉઘરાણી કેમ કરવામાં આવી નથી. આમ નાગરિક જો વેરોના ભરે તો ઢોલ-નગારાં વગાડીને પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે. તેના પર વ્યાજ લેવામાં આવે છે. તો કયા અધિકારીઓ અને નેતાઓ ના ચાર હાથ છે હેમંત ભટ્ટ પર કે વેરાની ઉઘરાણી કરવામાં નથી આવતી.

હેમંત ત્રિકમલાલ ભટ્ટ બે મિલન પાર્ક તો પાર્ટી નિઝામપુરા ખાતે રહે તેઓનો મિલકત ઓળખ નંબર 07-00001-020 છૅ તેઓ નો ચાલુ વર્ષનો રૂા 58,627 અને પાછલા બાકી 23,386 છૅ કુલ રૂા. 82,213 નો વેરો પાલિકા ચોપડે બાકી બોલે છે. છેલ્લો વેરો 2018માં રૂપિયા 78,135 ભરાયો છે. ત્યારબાદ કોઈ વેરો ભરાયો નથી આવ્યો. તો ક્યાં અધિકારીઓ-નેતાઓનો ચાર હાથ હેમંત(રાજુ ભટ્ટ) પર છૅ કે કોઈ વેરાની ઊઘરાણી કરાતી નથી. હેમંત ભટ્ટના પહેલા માળે વર્ષ 1986 માં 264,12 સ્કવેર મીટર બાંધકામ, વર્ષ 2005 માં 87,68 સ્કવેર મીટર અને ગ્રાઉન્ડ ફ્લોર પર 4.80 સ્કવેર મીટર નું બાંધકામ કરાયું છૅ. રેવન્યુ ઓફિસર જીગ્નેશ ગોહિલે ફોન પર વાત કરતા હેમંત નામ સાંભળીને થોડીવારમાં કોલ કરું છું ત્યારબાદ તેઓએ ફોન બંધ કરી દીધો હતો. હેમંતે (રાજુ ભટ્ટ) ભાજપ માં ઉત્તર ઝોન મીડિયા કન્વીનરમાં છે તેમ વાત વહેતી થઈ હતી જોકે ભાજપ ના મહામંત્રી સુનિલ સોલંકી એ જણાવ્યું હતું કે હેમંત ત્રિકમલાલ ભટ્ટ(રાજુ ભટ્ટ) નો ભાજપમાં કોઈ હોદ્દા પર નથી.

મારી પાસે હેમંત(રાજુ)ની કોઈ માહિતી નથી :મેયર

મેયર કેયુર રોકડીયા એ જણાવ્યું હતું કે હું કાલે જોઈને કહું છું, મારી પાસે તેની કોઈ માહિતી નથી, મારે તપાસ કરવી પડશે તેમ જણાવ્યું હતું જોકે મેયર કેયુર રોકડીયા પોતે હેમંત ત્રિકમલાલ ભટ્ટ(રાજુ ભટ્ટ) એક ભવ્ય ગરબાનું આયોજનમાં સાથે એક ફોટામાં દેખાય છે જેમાં અનેક શહેરના નામાંકિત બિલ્ડર અને ભાજપના અગ્રણી છૅ.

ક્રાઇમ બ્રાંચ ૯મા દિવસે પણ ઠેરની ઠેર

શહેર ક્રાઇમ બ્રાંચને પણ હંફાવતી અશોક રાજુની જોડના કારનામા દિન બ દિન વધુને વધુ ઉઘાડા પડતા જાય છે. શહેરમાં રહેતા વગદાર અને ધનાઢ્ય રાજુ ભટ્ટનુ તો પુરુ નામ સરનામુ હજુ પણ ક્રાઇમબ્રાંચ બહાર પાડતી નથી. તે જોતા તો એવુ જણાય છે કે કેસનો વળાંક કઇ દિશા તરફ જઇ રહ્યો છે.  પોલીસની પ્રાથમિક તપાસમાં રાજુ ભટ્ટ અલકાપુરીનુ સરનામુ જણાવતા બનાવ અંતર્ગત તેનુ સાચુ નામ સરનામુ તો હેમંત ત્રંબકલાલ ભટ્ટ ર, મિલનપાર્ક સોસાયટી, નિઝામપુરા છે. તો તપાસ કઇ દિશા તરફ જઇ રહી છે પોલીસે કોઇ રાજકીય દબાણ છે કે પાનટગરના આકાઓ ના ઇશારે બળાત્કારના મામલાની તપાસ મંથર ગતિએ ચાલી રહી છે. કારણ કે ક્રાઇમબ્રાચના પી.આઇ. એ.બી.જાડેજાની ભૂમિકા ગુનાના પૂર્વેથી વિવાદાસ્પદ રહી ચૂકી છે. જેના પગલે પી.આઇની રાતોરાત બદલી કરાઇ હતી. હવે તે જ ક્રાઇમબ્રાંચની ૭ ટીમો દિવસ રત દોડી રહી છે.

છતાં બંને આરોપીના સગડ સુદ્ધા મેળવી શકી નથી તે બાબત  આશ્ચર્ય ઉપજાવે છે. કાયદા અને કાનૂનથી પણ હેમંત ઉર્ફે રાજુ ભટ્ટના હાથ લાંબા છે. શહેરના ટોપટેન ના સીએ અશોક જૈને તો કોર્ટમાં આગોતરા જામીન અરજી સુદ્ધા મૂકી દેતા એવુ  ચર્ચાય છે કે ધારાશાસ્ત્રી પીઆઇ બુલેગરનો મળી શકતો બળાત્કારી અશોક જૈન સુધી પોલીસની નજર સુધ્ધા પહોચી શકતી નથી. ? પરપ્રાંતિય પીડીતાની ઉપર જોર જુલમ ગુજારે ઢોરમાર મારે, પુત્રી સમાન યુવતી ઉપર હેવાનો અને શેતાનો જેવા બંને નરાધમો વારંવાર પોતાની વાસનાનુ રમકડુ હોય તેમ પીડીતા સાથે દુષ્કર્મ આચરીને હવે છુપાઇને પોલીસન તમાસો નિહાળી રહ્યા છે.

દુષ્કર્મકાંડના આરોપી અશોક જૈને આગોતરા જામીન અરજી કરી

આઠ દિવસ પૂર્વે અશોક જૈન અને રાજુ ભટ્ટ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોધાતા જ ભુગર્ભમાં ઉતરી ગયા હતા. આઠ દિવસથી શહેર પોલીસને હંફાવતા બને આરોપીઓ વગદાર અને માલેતુજાર હોવા છતાં પોલીસની ધોંસ વધતા ચાર્ટડ એકાઉન્ટન્ટ અશોક જૈને (રહે.ર૯ રોકડનાથ સોસા. દિવાળીપુરા, વડોદરા) તેના ધારાશાસ્ત્રી હિતેશ એલ. ગુપ્તા દ્વારા આગોતરા જામીન અરજી સેસન્સ કોર્ટમાં મૂકી હતી. અદાલતે તા.ર૯મીના રોજ સુનવણીની મુદત આપી હતી.

Most Popular

To Top