બળાત્કાર એક વૈશ્વિક સમસ્યા છે. એનો અત્યાર સુધી કોઇ સચોટ ઉપાય મળતો નથી. ભૂતકાળમાં સંખ્યાબંધ લેખો આ વિષય પર લખાયેલા છે. સ્ત્રીઓ માટે ચેસ્ટીટી – બેલ્ટની તો આજના સમયમાં કલ્પના કરી શકાય એમ નથી! આજે તો ઘણી સ્ત્રીઓ અને ખાસ કરીને ૧૭ થી ૨૦ વર્ષની છોકરીઓ સેકસ બાબતે કોઇને ગાંઠે નહીં એટલું જ્ઞાન ધરાવતી હશે. આપણા શહેરમાં વર્ષો પહેલાં મુગલીસરા વિસ્તારમાં અનેક સ્ત્રી નિર્વાહ માટે પોતાનો દેહ વેચતી. કોઇ કમિશ્નર સાહેબ વગેરેએ ધંધો બંધ કરાવ્યો. પછી તો એ વ્યવસાય શહેરને ખૂણે ખૂણે પ્રસરી ગયો. એપાર્ટમેન્ટ, બંગલા-સોસાયટીમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યો. હવે તો કલ્પનામાં પણ નહીં આવે એવા સ્થળોમાં છૂપાઇ બેઠો છે?
કેટલાંક ‘સ્પા’ તો જાણે આનંદભવન બની ગયાં! વિશ્વના મહાન મનોવૈજ્ઞાનિક અને સેકસોલોજીસ્ટ સીગ્મંડ ફ્રોઇડના કહેવા મુજબ જાતિયવૃત્તિ એ બીજા કુદરતી આવેગોની જેમ એક કુદરતી આવેગ જ છે. એમાંથી કોઇપણ વ્યકિત (ફરીથી રીપીટી – ‘કોઇપણ’) બાકાત નથી. જાતિયવૃત્તિનું ઉર્ધ્વીકરણ થઇ શકે છે. ડો. પારસ શાહ, ડો. પ્રકાશ કોઠારી, વંદનીય ઋષિ વાત્સાયાન મુનિ વગેરેએ સેકસ બાબતે ખૂબ જ વિશદ સમજણ પાડેલી છે. ઓશો રજનીશજીને કેમ ભૂલાય? બળાત્કારો ઓછા થઇ શકે તેના ચોકકસ ઉપાયો છે. 92 વર્ષના વૃધ્ધે કરેલો બળાત્કાર તેમજ એક વાંદરાએ કરેલો બળાત્કાર – એની જાણકારી બીજી વખત.
સુરત – રમેશ એમ. મોદી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.