દત્તક લીધેલી 13 વર્ષની દીકરી સાથે સુરતના ફરસાણના વેપારીએ ગંદું કામ કર્યું – Gujaratmitra Daily Newspaper

SURAT

દત્તક લીધેલી 13 વર્ષની દીકરી સાથે સુરતના ફરસાણના વેપારીએ ગંદું કામ કર્યું

સુરત : અડાજણમાં દત્તક લીધેલી 16 વર્ષની સગીરા પર તેના પાલક પિતા દ્વારા બળાત્કાર ગુજારવાની ફરિયાદ અડાજણ પોલીસ ચોપડે દાખલ કરવામાં આવી છે. તેમાં 16 વર્ષની સગીર કિશોરી દ્વારા પોલીસ આગળ તેના પિતા ઉપરાંત તેના ભાઇ અને કાકાઓ દ્વારા બળાત્કાર ગુજારવામાં આવતો હોવાની ફરિયાદ મળતા પોલીસે પાંચ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે.

  • પાલક પિતા તથા કાકા અને 3 પિતરાઇ ભાઇઓએ બળાત્કાર કરતા સગીરાએ તેની માતાને જાણ કરી
  • પાલનપુર પાટિયાના મહેતા પરિવારમાં ઉછરી રહેલી સગીરા સાથે દુષ્કર્મ કરનાર તમામની ધરપકડ


પાલનપુર પાટિયા ખાતે મહેતા પરિવારમાં ઉછરી રહેલી સગીરા સાથે તેના પાલત પિતા તથા કાકા બળાત્કાર કરતા હતા. આ ઉપરાંત તેના 3 પિતરાઇ ભાઇઓ પણ વારંવાર દુષ્કર્મ કરતા હતા. આ મામલે સગીરાએ તેની માતાને જાણ કરી હતી. તેથી માતા આ સગીરાને લઇને અડાજણ પોલીસ મથકમાં હાજર થઇ ગઇ હતી.

અડાજણ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, 13 વર્ષની કિશોરીને નારી સંરક્ષણ ગૃહમાંથી એક ફરસાણના વેપારી દ્વારા એડોપ્ટ કરવામાં આવી હતી. 45 વર્ષનો આ વેપારી , તેનો 40 વર્ષનો ભાઈ , તેનો એક એડોપ્ટ કરેલો 22 વર્ષનો દીકરો અને આટલું ઓછું હોય તેમ આ પરિવારનો 16 વર્ષનો કિશોર દુષ્કર્મ આચરતો હતો.

અડાજણ પોલીસ સ્ટેશન ખાતે કિશોરી ચાલતી આવી ત્યારે પોલીસ સ્તબ્ધ થઈ ગઈ હતી. પોલીસને શરૂઆતમાં કિશોરીની વાત પર વિશ્વાસ આવ્યો ન હતો. આથી સતત 10થી 11 કલાક કિશોરીને સમજાવી પટાવી પૂછપરછ કરવામાં આવતાં પોલીસને કિશોરીની વાત સાચી જણાઈ હતી. કિશોરીની માતા આ વાતથી વાકેફ હોવાથી તેણે પુત્રીની વાતને સમર્થન આપ્યું હતું.

અડાજણ પોલીસે આરોપ સંગીન જણાતા તમામ આરોપીઓને મેડીકલ તપાસ માટે સિવિલ મોકલી આપ્યા હતા. આ ગુનામાં પોલીસે તાત્કાલિક તમામ સામે કાર્યવાહી કરી જેલભેગા કરી દીધા હતા. દરમિયાન પાલનપુર પાટિયા પાસે રહેતી સગીરાની આ ફરિયાદ અડાજણ વિસ્તારમાં ચર્ચાનો વિષય બનવા પામી છે.

Most Popular

To Top