રેપરના નિવેદનથી સોશિયલ મીડિયા ગરમ
મુંબઈમાં અભિનેત્રી અને રિયાલિટી ટીવી પર્સનાલિટી Khushi Mukherjee ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. આ વખતે તેની બોલ્ડ ફેશન પસંદગી અને તેના પર આવેલા એક વિવાદાસ્પદ નિવેદનને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. તાજેતરમાં મુંબઈમાં પાપારાઝી દ્વારા કેદ કરાયેલો તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.

વાયરલ વીડિયોમાં ખુશી મુકર્જી રિવીલિંગ અને ગ્લેમરસ આઉટફિટમાં જોવા મળે છે. ફોટોગ્રાફર્સ માટે પોઝ આપતી વખતે તે વારંવાર પોતાનો ડ્રેસ એડજસ્ટ કરતી દેખાય છે, જેથી કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ન સર્જાય. જોકે તેઓ આઉટફિટનો આગળનો ભાગ ખૂબ રિવીલિંગ હોવાના કારણે વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સની નજર અટકી ગઈ.વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી. કેટલાક યુઝર્સે અભિનેત્રીના કપડાંની પસંદગી પર ટીકા કરી હતી જ્યારે ઘણા લોકોએ કહ્યું કે દરેક વ્યક્તિને પોતાની પસંદગી મુજબ કપડાં પહેરવાનો સંપૂર્ણ અધિકાર છે અને તેના માટે કોઈને શરમિંદા કરવું યોગ્ય નથી.
આ ચર્ચા વચ્ચે રેપર Santy Sharma એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી વિવાદાસ્પદ ટિપ્પણી કરી. વીડિયાને રિએક્ટ કરતા તેણે લખ્યું કે “આવી છોકરીઓના કારણે ભારતમાં રેપ કેસ વધે છે.” તેના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.સંતી શર્માએ આગળ લખ્યું કે સોશિયલ મીડિયા પર નાના બાળકો પણ હોય છે, તેથી લોકો એ એવો કન્ટેન્ટ પોસ્ટ કરવો જોઈએ જે ડીસેન્ટ હોય અને સમાજ માટે સકારાત્મક સંદેશ આપે. સાથે જ તે પ્લેટફોર્મ, ઈન્ફ્લુએન્સર્સને પણ વધુ જવાબ દારીપૂર્વક વર્તવાની અપીલ કરી. સાથે જ તેણે ખુશી મુકર્જીને સંબોધતા લખ્યું કે આવી પોસ્ટ્સથી આવનારી પેઢી પર ખરાબ અસર પડી શકે છે.
હાલ સુધી ખુશી મુકર્જીએ આ મુદ્દે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. નોંધનીય છે કે અભિનેત્રી અગાઉ પણ તેના બોલ્ડ સ્ટાઈલને કારણે ટ્રોલિંગનો સામનો કરી ચૂકી છે. તેણે અગાઉના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેની ફેશન પ્રેરણા Jennifer Lopez, Paris Hilton અને મોડેલ Irina Shayk જેવી આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીઓ પાસેથી મળે છે. ખુશી મુકર્જીને પ્રથમ લોકપ્રિયતા રિયાલિટી ડેટિંગ શો Splitsvilla માં ભાગ લીધા બાદ મળી હતી. ત્યારથી તે તેના ગ્લેમરસ લુક અને બોલ્ડ ફેશન માટે સતત ચર્ચામાં રહેતી આવી છે.