મુંબઈ: બોલિવૂડ સ્ટાર્સ (Bollywood Stars) તેમની ફિલ્મોની (Movie) સાથે સાથે અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. જ્યારે કોઈના લગ્નના સમાચાર બહાર આવે છે તો કોઈના પ્રેમ સંબંધની અફવાઓ ઉડી જાય છે. બોલિવૂડ અને ટીવી સ્ટાર્સ સાથે જોડાયેલા આવા અનેક સમાચાર બહાર આવતા રહે છે. પરંતુ આ દરમિયાન સોશિયલ મીડિયા (Social Media) પર એક ટ્વીટ વાયરલ (Viral) થઈ રહી છે, આ ટ્વીટમાં એવી વાત લખવામાં આવી છે જેના પર કોઈ વિશ્વાસ કરી શકતું નથી.
ટ્વીટમાં દાવો કરવામાં આવ્યો હતો કે દીપિકા પાદુકોણ (Dipika Padukone) અને રણવીર સિંહ (Ranveer Sinh) વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. આ ટ્વિટ સામે આવ્યા બાદ બંનેના ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ દરમિયાન બોલિવૂડ સ્ટાર્સ રણવીર સિંહનો એક વીડિયો સામે આવ્યો છે, જેને તેમના છૂટાછેડાની અફવાઓ સાથે જોડવામાં આવી રહ્યો છે.
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ વિશેની એક ટ્વિટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જેમાં લખ્યું છે કે, રણવીર અને દીપિકા વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. રણવીર સિંહનો એક વીડિયો (Video) સામે આવ્યો છે, જેમાં તે પોતાના અને દીપિકા પાદુકોણના સંબંધો વિશે બોલતો જોવા મળી રહ્યો છે. તેણે કહ્યું, અમે બંને 2012થી રિલેશનશિપમાં (Relationship) હતા હવે 2022 આવી ગયું છે. અમને બંનેને મળ્યાને દસ વર્ષ થયાં. અભિનેતાના (Actor) આ જવાબે ટ્રોલ્સની બોલતી બંધ કરી દીધી છે.
જાણકારી માટે તમને જણાવી દઈએ કે રણવીર સિંહે પોતાના ડિવોર્સને (Divorce) લઈને કોઈ સ્પષ્ટતા કરી નથી. તેના આ વાયરલ વીડિયોને છૂટાછેડાની અફવા સાથે જોડવામાં આવી રહ્યો છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે રણવીર અને દીપિકાએ વર્ષ 2018માં લગ્ન (Marriage) કર્યા હતા. આ કપલને બોલિવુડના સૌથી શ્રેષ્ઠ યુગલ પૈકીનું એક માનવામાં આવે છે. રણવીર સિંહ અનેકોવાર જાહેરમાં દીપિકા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતો રહે છે. ત્યારે આ દંપતિ વચ્ચે ખટરાગ થયાની આશંકાએ સોશિયલ મીડિયા પરના તેમના ચાહકોને ઘેરો આઘાત આપ્યો છે. લોકો તરેહ તરેહની પોસ્ટ સોશિયલ મીડિયામાં કરી પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યાં છે. કેટલાંક લોકો તો દંપતિને અલગ નહીં થવા માટે સોશિયલ મીડિયા પર જ સમજાવવા પણ માંડ્યા છે.