SURAT

સુરત પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટબલ રણજીત મોરીએ ઘરમાં ઘૂસી યુવતી સાથે દુષ્કર્મ કર્યું

સુરતઃ ઉધના પોલીસમાં કેશિયર તરીકે રહી ચૂકેલો રણજીત મોરી નામના કોન્સ્ટેબલ એક્સિસ બેંકની આસિસ્ટન્ટ મહિલા મેનેજર પર બળાત્કાર ગુજારતા તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ આખા કિસ્સામા માથાભારે રણજીત મોરીએ જે ગંદી હરકતો કરી છે તેનાથી પોલીસ ખાતાનું માથું શર્મશાર થઇ ચૂકયું છે.

  • ઉધના પોલીસ સ્ટેશનના પૂર્વ કેશિયરને હાલમાં જ ટ્રાફિકમાં બદલી પામેલા
  • યુવતીએ સીસીટીવીના તમામ પૂરાવા મૂકતા પોલીસે ગુનો દાખલ કરવો પડયો

યુવતીની બેંકમાં ગમે ત્યારે ઘૂસી જવુ. તેને રિક્ષામાં કિડનેપ કરવી, તેની સાથે વારંવાર બળાત્કાર કરવા આ ઉપરાંત તેને જાનથી મારી નાંખવાની ધમકી છેલ્લા દોઢ વર્ષથી રણજીત મોરી આપતો હતો. યુવતીને માનસિક અને શારીરિક એટલી હદે પરેશાન કરી નાંખી હતી કે છેવતે યુવતીએ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતને રજૂઆત કરતા રણજીતસિંહ મોરી સામે ડિંડોલી પોલીસ મથકે ગુનો દાખલ કરવામા આવ્યો હતો.

આ આખા પ્રકરણમાં યુવતીએ દોઢ વર્ષ સુધી એક માથાભારે પોલીસને જે હેરાનગતિ કરી તે કદાચ બોલીવુડ ફિલ્મોની ગંદી વાર્તાઓને પણ શરમાવે તેવી છે. યુવતીના ફલેટમાં ઘૂસીને તેની પર ચાકૂની અણીએ વારંવાર બળાત્કાર ગુજારનાર આ હવસખોરથી કંટાળીને આખરે યુવતીએ આરપારની લડાઇ લડીને એકલા હાથે ડિંડોલી પોલીસ મથકે પહોંચી ગુનો દાખલ કર્યો હતો. દરમિયાન શહેરના પોલીસ અધિકારીઓ હવે રણજીત મોરીને બચાવવા મેદાનમા પડયા હોવાની ચર્ચા છે. મોરી બિન્દાસ્ત શહેરમા ફરી રહ્યો છે તેને પકડવાની કોઇ તસદી શહેર પોલીસ લઇ રહી નથી.

યુવતીને ડરાવવા માટે ઝેર પીવાનું નાટક કર્યુ
દોઢેક વર્ષ પહેલા આ રણજિતસિંહએ યુવતીને કહ્યુ કે તુ મારી સાથે લગ્ન કર નહીંતર તને હુ શહેરમાં જીવવા નહીં દઇશ તેમ છતા યુવતીએ રણજીત મોરીનો પ્રતિકાર કરતા રણજીતે ઝેરી દવા પીવાનુ નાટક કરીને યુવતીને શરણાગતિ કરવા માટે મજબૂર કરી દીધી હતી. તેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની ધમકી આપીને યુવતીને અનહદ રીતે માનસિક યાતના આપવામાં આવી હતી.

દરમિયાન રણજીતસિંહનો સાળો જયેશે પણ યુવતીને તેના બનેવી સાથે લગ્ન કરવા માટે ધાક ધમકી આપી હતી. અમારા રાજપૂતમાંતા 3 અને 4 લગ્ન થાય છે તેમ જણાવીને યુવતીને સતત માનસિક યાતના આપી હતી. હોસ્પિટલમાં રણજીત મોરીનાં સાળો યુવતીને રાજપૂત સમાજના રાજ્યમાં ઘણા બધા પોલીસ વિભાગમાં હોવાનું કહી ધમકાવી હતી.

યુવતીની સગાઈ પણ તોડાવી નાંખી
રણજિતસિંહ મોરીએ એ યુવતી જેની સાથે લગ્ન થનાર હતા તેનો નંબર કોઇક રીતે મેળવીને તે યુવકને ફોન કર્યો હતો. મોરીએ યુવકને તેની વાગ્દત્તા અને મારે પ્રેમસંબંધ સબંધ હોવાનું જણાવ્યું હતું .યુવકને મોરીએ પ્રેમ સબંધ હોવાનું કહી પોલીસમાં હોવાનું કહી ખોટા કેસોમાં ભેરવી નાખવાનું કહ્યું હતું. જેથી યુવકે યુવતી સાથે સગાઈ તોડી નાખી હતી.

રિક્ષાની ટક્કર મારી જાનથી મારી નાંખવા પ્રયાસ કર્યો
રણજીત મોરીએ યુવતીનુ જીવવાનું હરામ કરી નાખ્યું હતું. યુવતી અન્ય સાથે ફોન પર વાત કરતી હતી ત્યારે તેનો ફોન લઈ કોની સાથે વાત કરે છે તેમ કહી તેનો મોબઈલ ઝૂંટવી લીધો હતો. બાદમાં તેની સાથે ઝગડો કર્યો હતો કે તારે કોઈ સાથે સંપર્કમાં નથી રહેવાનું અને મારી સાથે જ લગ્ન કરવાના છે ત્યારે યુવતીએ રણજીતની શરણાગતિ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે રણજીત યુવતીને સાંજે જોઈ લેજે શું થાય તેમ ધમકી આપી નીકળી ગયો હતો.

બાદમાં યુવતી બેંક પરથી ઘરે જવા નીકળી હતી ત્યારે ડિંડોલી બ્રિજ પર થઇને જતી હતી ત્યારે તેની એક્ટિવા ને પાછળ થી એક રીક્ષા વાળાએ ટક્કર મારી હતી. જેથી યુવતી એક્ટિવા પરથી નીચે પડી ગઈ હતી. ત્યારે યુવતીને પગમાં ઇજા તથા ખભાના ભાગે ઇજા થઈ હતી.ત્યારે યુવતીને રણજિતસિંહ એ વોટસઅપ કોલ કરીને ધમકી આપી હતી કે આજે ખાલી રીક્ષા થી ટક્કર મરાવીને એક્ટિવા સ્લીપ કરાવેલ છે બીજી વાર ટ્રક વડે એક્સિડન્ટ કરાવી દઇશ, અને એક્સિડન્ટ કેસમાં માણસ મરી પણ જાય તો પણ આરોપી એક જ દિવસમાં કોર્ટમાંથી જામીન મુક્ત થઇ જાય છે તો તુ હજુ પણ વિચારી લેજે તેમ કહીને ધમકી આપી હતી.

મંગળ સૂત્ર અને સિંદુર લઈ જઈ બેંક પર યુવતી સાથે લગ્ન કરવા ડ્રામા બાજી કરી હતી
રણજીતે યુવતીને હેરાન પરેશાન કરવા માટે છેલ્લી હદે આવી ગયો હતો. તે બેંકમા બામણ અને સિંદુર તથા મંગળસૂત્ર લઇને ગયો હતો. યુવતીએ લગ્નની ના પાડતા તથા બેંકવાળા વચ્ચે પડતા રણજીત મોરીએ યુવતી પર સિંદૂર ફેંકયુ હતુ. ત્યારબાદ યુવતી જયારે તેના ઘરે જઇ રહી હતી ત્યારે રસ્તામાંજ રણજીતે યુવતીને ફટકારી હતી.

રિક્ષામાં ખેંચી જઇને ફાર્મ હાઉસમા લઇ જવા રસ્તા પર યુવતીને નગ્ન કરવા પ્રયાસ કર્યો
યુવતીએ જણાવ્યુ કે, થોડા દિવસો પહેલા જ રણજીત મોરીએ તેને રિક્ષામાં ખેંચીને બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. તેણે બૂમાબૂમ કરતા વચ્ચે રાહગીરો પડતા આ લોકોને રણજીતે દંડા વડે ફટકારીને ભગાવ્યા હતા. રસ્તામાં જ યુવતીના કપડાં રણજીતે ફાંડી નાંખતા યુવતીની હાલત શર્મશાર થઇ ગઇ હતી. તેને રસ્તામાંજ અર્ધનગ્ન કરી નાંખી હતી.

ભાણેજનું અપહરણ કરવાની ધમકી આપી યુવતીના ઘરે જ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો
યુવતી શરણે નહીં થતા આખરે વિલન રણજીત મોરીએ યુવતીના ઘરે પહોચી ગયા હતો. અને યુવતીને જણાવ્યું કે તારા ભાણેજને મારી નાંખીશ તું મારી સાથે શારીરિક સંબંધ બાંધ આમ કહીને આખરે યુવતીને ડરાવી નાંખી હતી. આ બળાત્કારનો વિડીયો ઉતારીને તેણે બાદમાં યુવતીને બ્લેકમેલ કરવાનુ શરૂ કર્યું હતું.

Most Popular

To Top