સુરત: રાંદેરમાં વરરાજા ઘોડીએ ચડે તે પહેલા જ તેને પોલીસ કસ્ટડીમાં જવાનો વારો આવ્યો છે. લગ્નના આગલા દિવસે વરરાજા અને તેમના સગા સબંધી લગ્નના હોલમાં જુગાર રમી રહ્યા હતા. બાતમી મળતા રાંદેર પોલીસે ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીચે તુમ્બી મેરેજ હોલમાં દરોડા પાડ્યા હતા અને 13 જેટલા જુગારીઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. પોલીસને તપાસમાં ખબર પડી જુગારીઓ પૈકી એક યુવકના લગ્ન હોવાથી હૉલ ભાડે રાખ્યો હતો. પોલીસે બે લાખથી વધુની મત્તા કબ્જે કરી હતી.
રાંદેરના ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીચે આવેલા ટુમ્બી મેરેજ હોલમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યાં હોવાની બાતમીના આધારે રાંદેર પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો. જ્યાં જુગાર રમી રહેલા 13 લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતાં. તેમની પાસેથી પોલીસે 76 હજાર રોકડ અને 1.32 લાખના 13 નંગ મોબાઇલ મળી કુલ 2.09 લાખની મત્તા જપ્ત કરી હતી. પોલીસે આ મામલે વધુ પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે,હોલમાં લગ્ન પ્રસંગનું આયોજન હોવાથી ભાડે રાખ્યો છે. લગ્નની તૈયાર કરી રહ્યા હતા, દરમિયાન કેટલાક પરિવારજનો જુગાર રમી રહ્યા હતા.
પોલીસ તપાસ દરમિયાન વધુમાં જાણવા મળ્યું હતું કે, ધરપકડ કરાયેલા 13 લોકો પૈકી એક જ યુવાન એવો હતો કે, જેના આજરોજ લગ્ન હતા. આ યુવાનોનું નામ છે નદીમ આસિફ સાંગડા છે. તે પોતે કાપડ દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલો છે. લગ્નના આગલા દિવસે તે પોતાના મિત્ર સંબંધીઓ સાથે જુગાર રમવા માટે બેઠો હતો. આ રેડમાં નદીમનો ભાઈ નવાઝ પીએન પકડાયો હતો. વરરાજા ઘોડી ને બદલે લોકઅપની હવા ખાતો જોવા મળ્યો. જોકે, લગ્ન પહેલા તમામ ને જામીન મળી ગયા છે. પકડાયેલા આરોપીઓ પૈકી કેટલાક કાપડ વેપાર સાથે જોડાયેલા છે અને કેટલાક કાપડ દલાલી કામ કરે છે.