મુંબઈ: રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) બોલિવૂડના ફેવરિટ કપલ્સમાંનાં એક છે. બંનેને સાથે જોઈને ચાહકોના દિલ ખુશ થઈ જાય છે. આ દિવસોમાં રણબીર અને આલિયાનો એક અનસીન વીડિયો (Video) વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રણબીર આલિયાને ચા વેચનારની સામે માફી માંગવા કહે છે. આ વીડિયો ટ્રોલ થતાં જ ચાહકોએ રણબીરની કલાસ લગાવી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં રણબીર અને આલિયા એક નાની ચાની દુકાન પાસે ઉભા જોવા મળે છે. ચા વેચનારે સાયકલ પર પોતાની દુકાન બનાવી છે. આ દરમિયાન રણબીર હાથમાં ચાનો કપ લઈને મજા લેતો જોવા મળે છે. જ્યારે આલિયા સાઇકલ પર ગંદા કપ રાખવાનો પ્રયાસ કરી રહી છે. રણબીર આલિયાની આ હરકત પર ગુસ્સે થાય છે અને તેને સુધારવાનો પ્રયાસ કરે છે. આ પછી તે આલિયાને ચા વેચનારની માફી માંગવા કહે છે. આલિયા પણ પોતાની સમજણ બતાવે છે અને પોતાની ભૂલ માટે માફી માંગે છે. રિપોર્ટ્સ અનુસાર આ વીડિયો તે સમયનો છે જ્યારે આલિયા અને રણબીર રિલેશનશિપમાં નહતા. વીડિયોમાં આલિયાનો લુક પણ બદલાયેલો જોવા મળે છે જેનાથી ખ્યાલ આવે છે કે આ વાત થોડા વર્ષો પહેલા બની હતી.
આ વીડિયો વાઈરલ થયા પછી કેટલાક યુઝર્સ રણબીરની પ્રશંસા કરી રહ્યા છે તો બીજી તરફ કેટલાક કહી રહ્યા છે કે રણબીરે આલિયા સાથે આ રીતે વાત કરવી જોઈએ નહીં. યુઝર્સ ખાસ કરીને આલિયા પ્રત્યે રણબીરનું વર્તન પસંદ નથી કરી રહ્યા. જ્યારે કેટલાક લોકો આલિયાની ક્યુટનેસ અને તેના બોન્ડિંગના વખાણ કરી રહ્યા છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ આગામી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં રણવીર સિંહ સાથે જોવા મળશે. ફિલ્મનું પહેલું ગીત ‘તુમ ક્યા મિલે’ રિલીઝ થઈ ગયું છે. ફેન્સ પણ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. તે જ સમયે, રણબીર કપૂર આગામી ફિલ્મ ‘એનિમલ’ને લઈને ચર્ચામાં છે.