ઇતિહાસ હંમેશા મતભેદનો વિષય રહ્યો છે. ઇતિહાસ કાયમ કોણ લખે છે? કોના માટે લખે છે? તેના આધારે લખાતો આવ્યો છે. જો મુસ્લિમો દ્વારા ઇતિહાસ લખાયો હોય તો તેમાં હિન્દુઓને કાયર દર્શાવવામાં આવે છે અને હિન્દુઓ દ્વારા ઇતિહાસ લખાયો હોય તો તેમાં મુસ્લિમોને આતતાયી દર્શાવવામાં આવે છે. જો મુસ્લિમો ઔરંગઝેબનો ઇતિહાસ લખે તો તેને સાદગી અને સરળતાની મૂર્તિ બતાવે અને જો હિન્દુઓ તેનો ઇતિહાસ લખે તો તેને મૂર્તિભંજક અને ધર્મઝનૂની બતાવે છે. અંગ્રેજો દ્વારા ભારતનો જે ઇતિહાસ લખવામાં આવ્યો તેમાં શહીદ ભગતસિંહને આતંકવાદી દર્શાવવામાં આવ્યા હતા. અંગ્રેજો ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામને બળવો કહેતા હતા, કારણ કે તેમના માટે એ બળવો જ હતો.
તકલીફ ત્યારે થાય છે કે જ્યારે સ્વતંત્ર ભારતમાં રહેતાં હિન્દુઓને પણ મુસ્લિમ કે અંગ્રેજ ઇતિહાસકારો દ્વારા લખવામાં આવેલો ઇતિહાસ ભણાવવામાં આવે છે. ભાજપ જેવો પક્ષ કે તેની સરકાર વિદેશીઓ દ્વારા લખવામાં આવેલા ભારતના ઇતિહાસને બદલવાની કોશિશ કરે ત્યારે કહેવાતા સેક્યુલર ઇતિહાસકારો બૂમાબૂમ કરી મૂકે છે કે ભાજપ દ્વારા શિક્ષણનું ભગવાકરણ થઈ રહ્યું છે. તાજેતરમાં આવેલી ‘છાવા’ ફિલ્મમાં પહેલી વખત છત્રપતિ શિવાજી અને ઔરંગઝેબ બાબતમાં હિન્દુઓનો દૃષ્ટિકોણ રજૂ કરવામાં આવ્યો ત્યારે પોતાની જાતને સેક્યુલર ગણાવતાં લોકોના પેટમાં તેલ રેડાયું હતું પણ કટ્ટર હિન્દુઓ રાજીના રેડ થઈ ગયા હતા. તાજેતરમાં મહારાણા પ્રતાપના દાદા રાણા સાંગા બાબતમાં જે વિવાદ પેદા થયો છે તેના મૂળમાં પણ ઇતિહાસ લખનારનો દૃષ્ટિકોણ ભાગ ભજવી રહ્યો છે.
સમાજવાદી પાર્ટીના દલિત રાજ્યસભા સાંસદ રામજી લાલ સુમને ૧૫મી સદીના શાસક રાણા સાંગાને મુઘલ સમ્રાટ બાબરને ભારતમાં પ્રવેશવામાં મદદ કરવા બદલ દેશદ્રોહી ગણાવ્યા બાદ રાજપૂત આઇકોન રાણા સાંગા પણ વિવાદમાં આવી ગયા છે. બુધવારે કરણી સેનાએ અન્ય રાજપૂત સંગઠનો સાથે મળીને આ વિવાદના બળતામાં ઘી હોમી દીધું અને આગ્રામાં રામજી લાલ સુમનના ઘરમાં તોડફોડ કરી હતી. રાજસ્થાનથી લઈને ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મધ્ય પ્રદેશ સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમનાં પૂતળાં બાળી રહ્યાં છે અને તેમનો વિરોધ કરી રહ્યા છે.
સિસોદિયા વંશના રાણા સાંગા મેવાડના રાજા બન્યા હતા અને તેમણે હાલના રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશના કેટલાક ભાગો પર શાસન કર્યું હતું. બાબરનાં સંસ્મરણો ‘બાબરનામા’ અનુસાર રાણા સાંગાએ બાબરને દિલ્હી પર હુમલો કરવાનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ ઇતિહાસકાર જદુનાથ સરકાર આ વાતને નકારી કાઢે છે. ૨૧ માર્ચે રાજ્યસભામાં ગૃહ મંત્રાલયના કામકાજની સમીક્ષા પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે રામજી લાલ સુમને આ ચર્ચામાં ભાગ લીધો હતો અને કહ્યું હતું કે ‘‘રાણા સાંગાએ ઇબ્રાહિમ લોદીને હરાવવા માટે મુઘલ સમ્રાટ બાબરને ભારતમાં આમંત્રણ આપ્યું હતું.
ભાજપનાં લોકોનું એક ધ્રુવવાક્ય બની ગયું છે કે મુસ્લિમોમાં બાબરના ડીએનએ છે, પરંતુ ભારતનાં મુસ્લિમો બાબરને પોતાનો આદર્શ નથી માનતાં. તેઓ મોહમ્મદ સાહેબને પોતાનો આદર્શ માને છે. તેઓ સૂફી સંતોની પરંપરાને પોતાનો આદર્શ માને છે.’’ વધુમાં તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ‘‘બાબરને ભારતમાં કોણ લાવ્યું હતું અને કહ્યું હતું કે રાણા સાંગાએ ઇબ્રાહિમ લોદીને હરાવવા માટે બાબરને ભારત બોલાવ્યો હતો, તેથી મુસ્લિમો બાબરનાં બાળકો હોય તો તમે દેશદ્રોહી રાણા સાંગાનાં બાળકો છો. આનો નિર્ણય થવો જોઈએ. આપણે બાબરની ટીકા કરીએ છીએ પણ રાણા સાંગાની ટીકા કરતા નથી.’’
રામજી લાલ સુમનની આ ટિપ્પણી પછી ભાજપે તરત જ તેની નિંદા કરવાનું શરૂ કર્યું. ભાજપનાં ઘણાં વરિષ્ઠ નેતાઓએ તેમના નિવેદનનો વિરોધ વ્યક્ત કર્યો. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું કે જ્યારે પણ ભારતના ઇતિહાસની સમીક્ષા કરનારાઓ તેની સમીક્ષા કરશે, ત્યારે તેઓ ક્યારેય બાબર અને રાણા સાંગાની તુલના કરી શકશે નહીં અને તેમને સમાન સ્તર પર મૂકી શકશે નહીં. રાણા સાંગાએ લોકોમાં સ્વતંત્રતા માટે જુસ્સો જગાવ્યો હતો.
તેમણે માત્ર ભારતને ગુલામીમાંથી બચાવ્યું જ નહીં, પરંતુ ભારતની સંસ્કૃતિને શાશ્વત રાખવામાં પણ ઘણું યોગદાન આપ્યું. ક્ષુદ્ર બુદ્ધિ અને નાના હૃદયવાળાં કેટલાંક લોકો આવી વાતો કરે છે, પરંતુ આવી ચર્ચાઓનો કોઈ અવકાશ નથી. રાજસ્થાનનાં નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીએ પણ રામજી લાલ સુમનની ટિપ્પણીની ટીકા કરતાં કહ્યું હતું કે તે સાંસદનું નિવેદન ખોટું હતું અને તેમણે આવું નિવેદન ન આપવું જોઈતું હતું. તેમને ઇતિહાસનું કોઈ જ્ઞાન નથી.
રાણા સાંગાએ મેવાડ અને રાજસ્થાન માટે ઘણું કર્યું છે. વિપક્ષ કોઈ પણ સંશોધન અને માહિતી વિના મહારાણા પ્રતાપ અને રાણા સાંગા વિરુદ્ધ આવાં નિવેદનો આપે છે. તેમણે માતૃભૂમિ માટે ઘણાં યુદ્ધો લડ્યાં છે. આવાં વ્યક્તિત્વો વિશે આવી સસ્તી ટિપ્પણીઓ કરવી યોગ્ય નથી. ભાજપના સાંસદ જગદંબિકા પાલે પણ રામજી લાલ સુમનની ટીકા કરી હતી કે જે રીતે દેશના મહાપુરુષોનું અપમાન થઈ રહ્યું છે, તે જોઈને લાગે છે કે તેઓ માનસિક રીતે અસ્થિર થઈ ગયાં છે. તેઓ દેશના ઇતિહાસને ખોટી રીતે રજૂ કરી રહ્યા છે. લોકોનું ધર્માંતરણ કરાવનારા અને મંદિરોનો નાશ કરનારા આક્રમણકારોનો હવે મહિમા ગવાઈ રહ્યો છે.
મેવાડના રાજપૂત શાસક સંગ્રામસિંહ, રાણા સાંગા તરીકે જાણીતા છે. તેમનો જન્મ રાજા રાયમલ અને રાણી રતન કંવરને ત્યાં થયો હતો અને તેઓ તેમના ત્રીજા પુત્ર હતા. તેમની વાસ્તવિક જન્મ તારીખ વિશે કોઈ જાણતું નથી, પરંતુ એવું કહેવાય છે કે તેમનો જન્મ ૧૪૮૨ માં થયો હતો. એવું કહેવાય છે કે તેમણે સત્તા મેળવવા માટે તેમના મોટા ભાઈઓ કંવર પૃથ્વીરાજ અને જગમાલ સાથે યુદ્ધ કરવું પડ્યું. ૧૫૦૮ માં તેઓ મેવાડની ગાદી કબજે કરવામાં સફળ થયા હતા. રાણા સાંગાની પ્રશંસા ખુદ મુઘલ સમ્રાટ બાબરે કરી હતી, જ્યારે તેમને સામાન્ય રીતે રાજપૂતોને એક કરનારા રાજા તરીકે જોવામાં આવે છે. એવું કહેવાય છે કે રાણા સાંગાએ ખાનવાના મેદાનમાં બાબર સામેના યુદ્ધ સિવાય કોઈ મોટી લડાઈ લડી ન હતી. જો કે, દિલ્હીની સલ્તનત દરમિયાન તેમણે લોદી સામ્રાજ્યના કેટલાક વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા, જેમાં તેઓ સફળ રહ્યા હતા.
રાજસ્થાનના ૧૦મા ધોરણના ઇતિહાસના પાઠ્ય પુસ્તક મુજબ રાણા સાંગાએ ૧૫૧૭માં ખતૌલીના યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીને હરાવ્યો હતો. આ પછી તરત જ રાણા સાંગાની સેનાએ ધોલપુરના યુદ્ધમાં પણ ઇબ્રાહિમ લોદીની સેનાને હરાવી હતી. નેશનલ સ્કૂલ ઓફ ઓપન સ્કૂલિંગના અભ્યાસક્રમ મુજબ પંજાબના મોટા ભાગમાં અફઘાન ગવર્નર દૌલત ખાન લોદી અને ઇબ્રાહિમ લોદી વચ્ચેનો સંઘર્ષ વધી રહ્યો હતો. અહીં રાણા સાંગા પણ ઉત્તર ભારતમાં પોતાનું શાસન વિસ્તારવાનો પ્રયાસ કરી રહ્યા હતા. નેશનલ સ્કૂલ ઓફ ઓપન સ્કૂલિંગના અભ્યાસક્રમ મુજબ રાણા સાંગા અને દૌલત ખાન લોદીના આમંત્રણથી બાબરે ભારત પર હુમલો કર્યો હતો.
મહારાણા પ્રતાપના દાદા રાણા સાંગા અથવા સંગ્રામસિંહ પ્રથમ રાજસ્થાનના સૌથી લોકપ્રિય રાજાઓમાંના એક છે, જેમણે ૧૫૦૮ થી ૧૫૨૮ સુધી મેવાડ પર શાસન કર્યું હતું. તેમણે દિલ્હી, માલવા અને ગુજરાતના સુલતાનોને ૧૮ લડાઈઓમાં હરાવ્યા હતા. મુઘલ રાજવંશના સ્થાપક બાબર સામે તેમણે બે નિર્ણાયક યુદ્ધો લડ્યાં હતાં. ૧૫૨૭માં બાયનામાં થયેલી એક લડાઈમાં તેમણે નિર્ણાયક જીત મેળવી હતી. રાણા સાંગાએ મુઘલ સૈન્યનો નાશ કર્યો હતો. બાબરની છાવણી પર કબજો જમાવ્યો હતો અને યુદ્ધનો માલસામાન લૂંટી લીધો હતો. બે મહિના પછી જ્યારે બાબર પોતાની તોપો લઈને આવ્યો ત્યારે રાણા સાંગા ખંડવાનું યુદ્ધ હારી ગયા હતા.
ઇતિહાસકાર ચંદ્રપ્રકાશ શર્મા કહે છે કે રાણા સાંગાએ બાબરને આમંત્રણ આપ્યું હોવાના કોઈ ઐતિહાસિક પુરાવા નથી. દસ્તાવેજી સૂત્રો કહે છે કે સમરકંદ ગુમાવ્યા પછી ભારત પર નજર રાખનારા બાબરને દિલ્હીના સુલતાન ઇબ્રાહિમ લોદીના સંબંધી દૌલતખાન લોદીએ આમંત્રણ આપ્યું હતું. ૧૫૨૬માં પાણીપતના પ્રથમ યુદ્ધમાં બાબરે ઇબ્રાહિમ લોદીને હરાવ્યો અને મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી, જેણે ૨૦૦ વર્ષ સુધી શાસન કર્યું હતું. રાણા સાંગાએ પહેલાંથી જ એક વાર ઇબ્રાહિમ લોદીને હરાવી દીધો હતો, તો પછી તેને બાબરની મદદની શા માટે જરૂર પડે?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.