Charchapatra

બેફામ ક્રાઈમ અને વોટ બેન્ક

જયાં જુઓ ત્યાં જાતિ વાદ નફરત અને વોટ બેન્ક માટે મફતની રેવડીઓ વેચાય છે. દેશનું કોઇએ વિચારવું નથી. આજનું પોલીટીકસ ખુલ્લેઆમ પૈસાની વહેંચણી આડકતરી રીતે વેચાતો જાય છે. આ દેશ બેફામ થઇ રહ્યો છે. શાયબર ક્રાઈમના આકડા ચરમસીમાએ છે. આ બધું ઓનલાઈન ટ્રાનઝેકશન અને હવે તો હદ થઇ ગઈ, ભાડુતી બેન્કના ખાતામાં ફ્રોડના પૈસા જમા થાય છે. કયાં સુધી આવાં કૌભાંડો ચાલુ રહેશે. રોજ બે થી ત્રણ ફેકકોલ આવે છે ફલાણી બેન્કમાંથી બોલું છું. KYC update કરવાનો છે.

તમારી લોન પાસ થઈ છે. વગેરે વગેરે. કોઇ પ્રાઈવસી જેવું  નથી. મંદિર મસ્જીદ વિવાદ બાંગલાદેશ-પાકિસ્તાનના મેલી મુરાદ બોર્ડર વિવાદ અને ડ્રગના મોટા મોટા કાંડ દરરોજ જોવા મળે છે. ડોકટરની બોગસ ડીગ્રી વેચાય છે અને આ બની બેઠેલા ડોકટર પ્રેકટીસ કરતા પકડાય છે, ત્યારે ખબર પડે છે કોઇ લાઈસન્સની પ્રોસેસ ખરી કે નય આ બધું સાંભળીને મગજ કામ કરતું બંધ થઇ જાય છે. દેશ અધોગતિ તરફ જાય અને અસામાજિક તત્ત્વને કાબૂમાં લઇ સખત કાર્યવાહી કરવાની જરૂર છે.આપણો દેશ બરબાદ ન થવો જોઈએ.
સુરત     – તુષાર શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સારામાં સારી કટાર
દૈનિક પત્રમાં સારામાં સારી કટાર હોય તો તે ચર્ચાપત્ર છે. ચર્ચાપત્રમાં વાચક વાંચે, વિચારે અને તેને સમજે. તે વ્યક્તિ એવું વિચારો કે કહેતો નથી ચર્ચાપત્ર કોણ વાંચે? કેમ કે ચર્ચાપત્રો લખનારાં જુદાં જુદાં ધર્મ અને કોમનાં હોય જેવાં કે, શિક્ષક, કવિ, ડૉકટર, પ્રોફેસર, રેશ્નાલીસ્ટ, શહેર, ગામથી ધનાઢય કે આદિવાસી વગેરે. વિવિધ સભર હોય છે જેથી દરેક વર્ગને સ્પર્શે છે. ચર્ચાપત્ર એટલે અખબારનું હૃદય. ‘ગુજરાતમિત્ર’ દ્વારા જનતાના વિચારો દર્શાવી માર્ગદર્શન આપતું રહ્યું છે.
કુકેર      – અમૃતસિંહ  પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top