ગાંધીનગર: આજે રામનવમીનો (Ramnavmi) દિવસ હિંદુઓનો સૌથી મોટો પર્વ (Festival) ગણાય. છેલ્લા બે વર્ષથી કોરોનાના (Corona) કારણે કોઈ પણ પર્વને માણવામાં આવતો ન હતો. સમગ્ર ભારતમાંથી (India) કોરોના ઉપર લાગેલા મોટા ભાગના તમામ પ્રતિબંઘો હટાવી દેવામાં આવ્યાં છે. જેના કારણે આજનો રામનવમીનો તહેવાર સમગ્ર ભારતમાં હર્ષો ઉલ્લાસથી ઉજવવામાં (Celebrate) આવી રહ્યો છે. આ સમયે એવા સમાચારો મળી આવ્યાં છે કે ગુજરાતના બે સ્થળે શ્રીરામની શોભાયાત્રા ઉપર પથ્થર મારો કરવામાં આવ્યો હતો. આ ઘટના હિમ્મતનગર તેમજ ખંભાતમાં ઘટી છે.
મળતી માહિતી મુજબ હિંમતનગરમાં રામનવમીના તહેવાર નિમિત્તે નીકળેલી શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના કારણે છાપરીયા વિસ્તારમાં હિંસા ફાટી નિકળી હતી. ઘટનાની જાણ થતાં તરત પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જેના કારણે પરિસ્થિતી કાબૂમાં આવી ગઈ હતી. આ ઘટનામાં લોકો દ્વારા પોલીસ ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તેમજ પોલીસની ફરતે વળેલા ટોળાને દૂર કરવા માટે પોલીસે ટિયરગેસનો ઉપયોગ કર્યો હતો. પોલીસ તપાસ દ્વારા જાણવા મળ્યું હતું કે આ હુમલો અગાઉથી નકકી કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારાની ઘટનામાં પોલીસના ઉચ્ચ અધિકારી પણ ઘાયલ થયાં હતાં. તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
આવી જ ઘટના ખંભાતમાં પણ ઘટી છે. જેમાં બે જૂથો વચ્ચે અથડામણના કારણે શકરપુરમાં રામજીની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ખંભાતમાં બે જૂથો વચ્ચે અથડામણની ઘટના સામે આવતા જિલ્લા પોલીસ દોડતી થઇ હતી. ઘટના એટલી મોટી થઈ ગઈ હતી જેના કારણે આ ઘટનાની જાણ સીટી પોલીસ સુધી પહોંચી હતી.
ચીખલીમાં મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામના જન્મોત્સવની શોભાયાત્રા નીકળી
ઘેજ : ચીખલીમાં મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામના જન્મોત્સવ શ્રી રામ નવમી નિમિત્તે મુખ્ય માર્ગ ઉપર ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. હાથમાં ભગવા રંગની ધ્વજા સાથે અનેક રામભકતો આ શોભાયાત્રામાં જોડાયા હતા. જયશ્રીરામ નાદ સાથેની શોભાયાત્રા વાણિયાવાડ સ્થિત શ્રી રામચંદ્ર ભગવાનના મંદિરે પહોંચી હતી. વિશ્વ હિંદુ પરિષદ બજરંગ દળ સહિતના સંગઠનો દ્વારા આયોજીત શ્રી રામ નવમીની ઉજવણીમાં મહાઆરતી સાથે યોજાયેલા મહાપ્રસાદનો પણ અનેક ભકતોએ લહાવો લીધો હતો.