રાવણ ચારવેદોનો જાણકાર જ્ઞાની બળવાન અને સુવર્ણ લંકાનો માલીક હતો. બળવાન પણ હતો. મહાદેવજીનો અનન્ય ભકત હતો. અભિમાનનો હુંકાર સીતા જેવી સતી પર કુદ્રષ્ટિ કરી અપહરણ કર્યું. સાચી સલાહ આપનાર પોતાના સગાભાઇ વિભિષણનું અપમાન કરી ત્યાગ કર્યો. અંતે આ અભિમાનને કારણે રાવણની કેવી દશા થઇ હતી તે આપણે જાણીએ છીએ. મહાભારતમાં સત્તા લાલશા માટે પ્રતિસ્પર્ધી પાંડવોને લાક્ષાગૃહમાં રાખી એમનો નાશ કરવાનું કપટ, જુગાર રમવા લલચાવી વચન પાળવા માટે પાંડવો સાથે જુગારમાં વસ્ત્રાહરણ જેવું જધન્ય કૃત્ય, જુગારમાં હરાવી 12 વર્ષ વનવાસ અને 13મું વર્ષ અજ્ઞાતવાસ જેવું કૃત્ય. છેવટે યુધ્ધમાં પરિણમે છે જેમાં સૌ કૌરવો સાથે વિશાળ યાદવ સેનાનો નાશ થાય છે અને પાંચ જ હોવા છતાં પાંડવોનો વિજય થાય છે. હાલમાં ચૂંટણી યુધ્ધ માટે જે થઇ રહ્યું છે તે આ બંને ગ્રંથો અનુસાર થઇ રહ્યું હોય એમ વિચારી શકાય. યુધ્ધમાં વિનાશ રોકી શકાતો નથી તેમ ચૂંટણી યુધ્ધમાં કરોડોનો ખર્ચ રોકી શકાતો નથી. પહેલાના યુધ્ધમાં પ્રજાનો જ વિનાશ થાય છે તેમ આ ચૂંટણીમાં પ્રજાના નાણાનો જ ખર્ચ થાય છે અને હંમેશા સત્યનો જ વિજય થાય છે. જુઓ હવે તો આ વાતો તેત્રાયુગ અને દ્વાપર યુગની થઇ હાલમાં કળિયુગમાં શું થાય છે?!
અમરોલી – બળવંત ટેલર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
કોંગ્રેસ મુકત ભારત?
વિધાનસભાની આવી રહેલી ચુંટણી ટાણે શિસ્તબધ્ધ પક્ષ ભાજપ તરફથી આયારામોની બની બેઠેલા મોવડી મનડળે ટિકીટ આપી સ્વભાવિક રીતે જ જુના કાર્યકરોમાન રોષ ભભુકી ઉઠયો છે. વરસોથી પક્ષ માટે મહેનત કરનારને ટીકીટ નહિં આપી અને ભાજપને આજ સુધી ભાડતા ઉમેદવારોને ટીકીટ રાતોરાત અપાઇ ગઇ છે. ઉપરોકત પાંચ વિધાનસભાના મતદારોએ જાગૃત થઇ લોકશાહી લોકો જ સર્વોપરી છે એ યુકિત, અજમાવી આયાતી ઉમેદવારો હરાવવાની જરૂર છે. જેથી પ્રજા સેવક કહેવાતા રાજકારણીઓ સત્તાના મદમાં આવી પોતાને રાજા સમજી મનસ્વી નિર્ણય સત્તાના સો વાર વિચારી લે. ભાજપની કોઇુ પણ રીતે ચૂંટણી જીતવાનું ઝનૂન તેમના પક્ષને જ નુકશાન કરશે. રાજકારણમાન આવનારા મહત્વાકાંક્ષી જ હોવાને અને મોકો મળશે તો ભાજપને ભારે પડશે.
સુરત – કુમુદચંદ્ર કે. જરીવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.