માત્ર દેશના જ નહીં પણ વિશ્વના રામભકતોને રામમય કરનારા અયોધ્યાના ભવ્ય અનેદિવ્ય પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમ બાદના ચોથા દિવસે દેશનો 75મો ગણતંત્ર દિવસ 26મી જાન્યુઆરીના રોજ ભવ્ય અને દિવ્ય પરેડ સાથે ઉજવીને દેશે ધર્મ અને રાષ્ટ્રની અતિ અગત્યતા સાબિત કરેલ છે જેમાં વ્યકિતની મહત્વાકાંક્ષાને કોઇ સ્થાન નથી તે બહાર આવેલ છે. 26મી જાન્યુઆરીની પરેડમાં સંસ્કૃતિ અને ગૃહ વિભાગની 1500 કલાકારોની દેશની વિવિધતા બનાવતી ઝાંખી કાબિલે દાદ ગણી શકાય.
આ પરેડમાં ભૂતકાળના ઋગ્વેદથી આજના લોકતંત્રના વિચારો, ભારત-લોકતંત્રની જનની છેના વિચારો, મહિલા સશકિતકરણના વિચારો બહાર આવીનેદ ેશને વિશ્વગુરુ બનાવતા હતા જેનાથી દેશવાસીઓ રોમાંચીત થયા હતા. આ વખતની પરેડ અગાઉની પરેડો કરતા મહિલાઓ સાથેની સાવ અલગ પ્રકારનીપ્રભાવી હતી અને દેશને ગૌરવ અપાવનારી હતી અને તેથી સંબંધિત સર્વે અભિનંદનને પાત્ર ગણી શકાય. કેન્દ્ર સરકાર પણ અભિનંદનને પાત્ર છે. ગણતંત્રના દિને મુખ્ય અતિથી તરીકે ફ્રાન્સના પ્રમુખ મેક્રોની હાજરી સાથે જ ભારતના ગણતંત્ર દિવસે સૌથી વધુ વખત મુખ્ય અતિથી બનવાનો રેકોર્ડ ફ્રાન્સના નામે નોંધાયેલ છે.
આજના કાર્યક્રમ સહિત કુલ છ વાર ફ્રાન્સના પ્રમુખો ગણતંત્ર દિને ભારતના મુખ્ય મહેમાન બનેલ છે જેમાં મેક્રો બીજીવાર પધારેલ છે. આ નોંધપાત્ર ઘટના આપણા દેશ અને ફ્રાન્સ વચ્ચેની પરિપકવતા અને મિત્રતા સાબિત કરે છે. ગણતંત્ર પરેડમાં આત્મનિર્ભર સમાન દેશમાં બનતા લશ્કરી સાધનો અને જુદા જુદા ફોર્મેશન સાથેની વિમાનોની ગૂંજ સ્પષ્ટ જોઇ શકાતી હતી. દેશના રક્ષા વિભાગના જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ 2013-14માં આપણા દેશની રક્ષા વિકાસ માત્ર 680 કરોડ રૂપિયાન હતી જે નાણાંકીય વર્ષ 2022-23માં વધીને 15940 કરોડ રૂપિયાની થયેલ છે. આમ આપણા દેશે માત્ર 9 વર્ષમાં રક્ષા નિકાસ ક્ષેત્રે 23 ગણી વૃધ્ધિ નોંધાયેલ છે. આપણો દેશ વિશ્વના 85 દેશોમાન રક્ષા સંસાધનોની નિકાસ કરીને દેશને આત્મનિર્ભર સાબિત કરેલ છે. આગામી પાંચ વર્ષમાન 35 હજાર કરોડ રૂપિયાના રક્ષા નિકાસ કરવાની સંભાવનાનું લક્ષય નિર્ધારીત કરેલ છે જે દેશને ગૌરવ અપાવનાર છે.
અમદાવાદ – પ્રવીણ રાઠોડ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.