SURAT

ચૂંટણી પહેલાં શહેરની સોસાયટીઓમાં રામ જન્મભુમિ મંદિર નિર્માણ માટે નિધિ સમર્પણ અભિયાન સઘન બન્યું

સુરત: (Surat) રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં (Election) સુરત મહાનગરપાલિકાના વિકાસના કાર્યોની સાથે સાથે રામ મંદિરનો મુદ્દો પણ મહત્વનો બની શકે છે. ચૂંટણી પહેલાં શહેરના રહેણાંક વિસ્તાર અને સોસાયટીઓમાં રામ મંદિર (Ram Mandir) નિર્માણ માટે નિધિ સમર્પણ અભિયાન પણ જોરશોરમાં આગળ વધી રહ્યું છે. શહેરના કેટલાક વિસ્તારમાં ભાજપે મોટા હોર્ડિંગ્સ લગાવ્યા છે તેમજ ભાજપના (BJP) માજી કોર્પોરેટરો દ્વારા મંદિર નિર્માણ નિધિ સમર્પણના બેનર પણ મૂકી દેવામાં આવ્યા છે. જોકે વિકાસની સાથે સાથે ચૂંટણીમાં રામ મંદિરનો મુદ્દો પણ મહત્વનું પરિબળ બની શકે તેવી શક્યતા સેવાઇ રહી છે.

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં જ રામ મંદિર નિર્માણ નિધિ અભિયાન વધુ સઘન બની રહ્યું છે. ભાજપના ઉમેદવારો માટે દાવેદારીમાં રામ મંદિર કલ્યાણ નિધિમાં કેટલો ફાળો છે તેની વિગત માંગતા ભાજપના ટિકિટ વાંચ્છુકો રામ મંદિર કલ્યાણ નિધિ માટે તડામાર મહેનત કરતા જોવા મળી રહ્યા છે. ભાજપના માજી કોર્પોરેટરો તથા અન્ય નેતાઓએ શહેરના રહેણાંક વિસ્તારમા રામ મંદિર કલ્યાણ નિધિ માટેની કામગીરીના બેનર મુકી દીધા છે. જેમાં રામ સેવકો ઘરે ઘરે જઈને રાશી સ્વીકારી રહ્યાં છે. જેમાં ભાજપના કાર્યકરો પણ જોવા મળી રહ્યાં છે. જોકે કોરોના સમયે તંત્રની પ્રજા સાથેની હેરાનગતિના નેગેટિવ મતો ફરી ભાજપ તરફી થઈ શકે તેવી અટકળ થઈ રહી છે.

ચૂંટણીમાં ટિકિટ માટે લોબિંગ ચરમીસીમાએ, રાજકીય ગોડફાધરોથી માંડીને ઉધોગપતિઓને ત્યા ભીડ

સુરત : સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે ત્યારે ભાજપમાંથી ટિકિટ લેવા માટે નિરક્ષણ ટીમ સામે અપેક્ષા મુજબ જ દાવેદારોનો રાફડો ફાટયો છે 30 વોર્ડમાંથી 1900 કરતાં વધુ દાવેદારોએ ટિકિટ માગી છે ત્યારે ભાજપ માટે ટિકિટ આપવા બાબતે ભારે ધમાચકડી થાય તેવી શકયતા છે. અમુક દાવેદારોને પોતાના વોર્ડમાંથી ટિકિટ ન મળતી હોવાથી અન્ય પર નજર દોડાવી રહ્યા છે. જેથી કાર્યકરોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.

ભાજપમાથી ટિકિટ મેળવવા માટે આ નેતા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં છોછ નથી રાખતા ત્યારે હવે ગોડફાધરો તેમજ ઉધોગપતિઓને ત્યા પણ ભાજપ કાર્યાલય કરતા વધી ભીડ ટીકીટનું લોબીંગ કરતા નેતાઓની જોવા મળી રહી છે. કોઈપણ હિસાબે ટિકિટ મેળવવા માટે જમીન આસમાન એક કરતાં નેતાઓને પ્રદેશ પ્રમુખ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે કાર્યકરોને નારાજ કરીને ટિકિટ આપવામાં આવશે નહીં તેમ છતાં નેતાઓ દ્વારા લોબિંગ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે પ્રદેશ પ્રમુખે કરેલુ નિવેદન કેટલુ અસરકારક રહે છે. તે જોવુ રહયું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top