સમય હતો જ્યારે.. આઝાદી પૂર્વેથી.. આખાયે દેશમાં મોટા ભાગના સર્વધર્મસમભાવનાં નાગરિકો માટે..સરસ મજાનું.. ધાર્મિક અભિવાદન હતું કે, કોઈ પણ વ્યક્તિ એ પછી..ગમે તે કોમની હોય..રસ્તે,પાદરે.. શહેરમાં કે, ગામડામાં એકમેકને સામે મળે ત્યારે.. હૃદયના ભાવ સાથે..એય..રામ રામ કે, એ..રામ રામના સામસામા ઉચ્ચારણ કરી રૂબરૂ મુલાકાતના આંતરિક આનંદના અહોભાવ વ્યક્ત કરતા હતા.
સમય આજે એવી વિડંબણા સાથે લાચાર બની ગયો અને ધર્માંધતા એટલી હદે વકરી રહી છે કે, પહેલાં જે હૃદયના સાચા ભાવપૂર્વક રામનું નામ એક સાથે બે વખત રામ રામ બોલીને લેવાતું હતું એ આજે, નકરા ખુન્નસ અને કટ્ટરવાદી ભાવના અદૃશ્ય ઓછાયા હેઠળ..ફક્ત ને ફક્ત એક જ વારમાં જય ..શ્રી..રા..મ નું ઉચ્ચારણ થવા લાગ્યું છે,એ ખરેખર તો આજે હાસ્યાસ્પદ સાથે.. અળખામણું પણ લાગે છે !
ગુજરાતના એક સમયના સાચા સંત તરીકે જાણીતા થયેલા,એવા શ્રી રંગ અવધૂત મહારાજે ભક્તોને સાચે જણાવ્યું હતું કે,ભાવ વિનાની ભક્તિ અધૂરી છે અને આડંબર વગરનો ભક્તિભાવ સર્વશ્રેષ્ઠ છે, સાંપ્રત સમયની કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે સત્તા પર ટકી રહેવા આડેધડ ધાર્મિક કાર્યક્રમો અને દેખાડાનાં ભક્તિ પ્રદર્શનો થયાં છે, એની સામે નજર કરીએ તો..રંગ અવધૂત બાપજીએ સમગ્રતયા માનવજાતને આપેલા પરસ્પર દેવો ભવ ના મંત્રને ઓળખવો ખૂબજ આવશ્યક બની શકે છે.
સુરત- પંકજ શાંતિલાલ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
રચો મતદાતા પરિષદ!!
ગુજરાતમાં આગામી યોજાનાર લોકસભાની ચૂંટણીમાં કેટલીક બેઠકો ઉપર ગત લોકસભાની ચૂંટણીમાં વિજયી બનેલા ઉમેદવારોને ભાજપાએ ફરીથી ટિકીટ આપી છે, અર્થાત ફરીથી રિપીટ કર્યા છે. ત્યારેર ાજયના લોકસભાના મત વિસ્તારના પ્રબુધ્ધ મતદારોએ પોલ પોતાના મતદાર ક્ષેત્રમાં પક્ષ નિરપેક્ષભૂમિકાએ મતદાતા પરિષદ રચી જે સાંસદોને ફરીથી ટિકીટ આપવામાં આવી છે તેવા લોકસભાના સભ્યોને આવી મતદાતા પરિષદ પાસે આવી પોતાના કાર્યોનો અહેવાલ આપવાની અને પોતાના મત વિસ્તારના પ્રશ્નો અને સમસ્યાઓની કેટલી રજૂઆતો લોકસભામાં કરીતેનો જવાબ આપવાની ફરજ પાડવી જોઇએ. મતદારોને આવો અધિકાર પણ છે જ.
પાનલપુર – મહેશ વી. વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.