Charchapatra

રક્ષક જ ભક્ષક બન્યો…!

સામાન્ય રીતે પોલીસ પ્રજાનો રક્ષક છે. પરંતુ જયારે રક્ષક જ ભક્ષક બને તો શું કરવું. હાલમાં જ વડોદરા રૂરલમાં એસ.ઓ.જી.માં પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા અજય દેસાઇએ તેની બીજી પત્ની સ્વીટી પટેલની ઠંડે કલેજે હત્યા કરી નાંખી અને પોલીસની ઝીણવટભરી તપાસના અંતે પી.આઇ. અજય દેસાઇ જ આખરે હત્યારો નીકળતાં પોલીસે તેની કબુલાતના અંતે ધરપકડ કરી અને હત્યા કર્યા બાદ સગેવગે કરવામાં સાથ આપનારા કિરીટસિંહ જાડેજાની પણ પોલીસે ધરપકડ કરી હતી.

કરજણ નજીકના દહેજમાં એક હોટલમાં સ્વીટીની લાશ કારમાં લાવવામાં આવી હતી અને લાશને સળગાવી દીધી. આ ચકચારી ઘટના માટે પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયાએ અમદાવાદ એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની ટીમની પ્રશસ્ય કામગીરીને બિરદાવી હતી અને પી.આઇ. અજય દેસાઇ વિરુધ્ધ કડક ખાતાકીય પગલાં ભરવાનો આદેશ આપ્યો છે. આમ પી.આઇ. અજય દેસાઇ ગર્ભવતી પત્નીને સાચવી ન શકયો અને આખરે રક્ષક જ ભક્ષક બનતાં આ ઘટના પોલીસ માટે લાંછનરૂપ છે. તરસાડા  -પ્રવીણસિંહ મહિડા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top