આણંદ: વાસદ સ્થિત એસવીઆઈટીના એનએસએસ યુનિટના સ્વયંસેવકો દ્વારા દિવ્યાંગો દ્વારા બનાવવામાં આવેલ રાખડીનું વેચાણ કર્યું હતું. એડીઆઇટી કોલેજમાં અભ્યાસ કરતી અલૌકિકા અગ્રવાલ અને એનએસએસના સ્વયંસેવકો દ્વારા ઘણા વર્ષોથી દિવ્યાંગો દ્વારા બનાવેલી રાખીનું વેચાણ કરવામાં આવે છે. જે અતર્ગત 5 હજારની રાખડી એનએસએસના સ્વયંસેવકો વેચવામાં આવી હતી. સીવીએમ યુનિવર્સિટી સંલગ્ન એડીઆઇટી કોલેજમાં ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજીમાં તૃતીય વર્ષમાં અભ્યાસ કરતી અલૌકિકા અગ્રવાલ અને એનએસએસના સ્વયંસેવકો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દિવ્યાંગભાઈ બહેનો દ્વારા બનાવેલી રાખીનું વેચાણ કરવામાં આવે છે. અલૌકીકત દ્વારા આ રાખીને “દિવ્યાંગ સ્નેહ બંધન” નામ આપ્યું છે.આ વર્ષે એનએસએસના સ્વયં સેવકો સાથે મળીને 5 હજારથી પણ વધુ કિંમતની રાખડીનું વેચાણ કર્યું છે.
આ અંગે અલૌકિકાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી ચાઈનીઝ રાખડીનું બહિષ્કાર કર્યું છે અને આપણા દિવ્યાંગ ભાઈબહેનો દ્વારા બનાવેલી રાખડીઓનો જ ઉપયોગ કરે છે. સાંઈ રેસીડેન્સલ સ્કૂલ ફોર ઈન્ટુ લેક્ચર ડિસેબલ- વડોદરા, ગુરુકૃપા રેસીડેન્સીયલ સ્પેશિયલ સ્કૂલ- આણંદ, કિલ્લોલ સ્પેશિયલ સ્કૂલ- વડોદરામાં જે દિવ્યાંગ ભાઈઓ બહેનો અભ્યાસ કરે છે અને તેમની પાસેથી અમે રાખડીઓ બનાવડાવીએ છીએ જે ખૂબ જ સુંદર, કલરફુલ અને અલગ અલગ ડિઝાઇનની મનમોહક હોય છે, આ રાખડીઓનું અમે કોલેજમાં મિત્રોને, ઘરની આડોસ-પાડોસમાં રહેતા રહીશોને વેચાણ કરીએ છીએ અને જે પૈસા મળે છે તે આ દિવ્યાંગ બાળકોને આપીએ છીએ. આ કાર્યમાં એડીઆઇટીના આચાર્ય ડો. વી. કે. સિંઘ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર મેહુલ પટેલ તથા અન્ય સ્ટાફ મેમ્બરોએ પણ ખૂબ સારો સાથ અને સહકાર આપ્યો છે. આ પ્રસંગે એડીઆઈટીના આચાર્ય દ્વારા એન.એસ.એસ વોલેન્ટિયર અને એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર મેહુલ પટેલને અભિનંદન પાઠવ્યાં હતાં.