નવી દિલ્હી : છેલ્લા ઘણા દિવસોથી રાખી સાવંતની (Rakhi Sawant) માતાની તબિયેત ખરાબ હોવાના સમાચારો આવી રહ્યા હતા.એવામાં શનિવારે રાખીની માતાનું (Mother) નિધન થયું હોવાની ખબરો પણ આવી છે. તેની માતાને બ્રેન ટ્યુમરની (Brain Tumor) સારવાર ચાલી રહી હતી દરમ્યાન તેમને હોસ્પિટલના (Hospital) બીછાને દમ તોડી દીધો હતો. તેની માતાની તબિયેત જલ્દી સારી થાય તે માટે રાખી સાવંત તેને ફેનને દુવા કરવાની પણ અપીલો કરી રહી હતી. તેની માતાના મોત (Death) થવાની સાથે આ ઘટનાને લઇને રાખી ઉપર જણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હોઈ તેવું લાગી રહ્યું છે.
ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલમાં દાખલ હતા જયા સાવંત
મોટો પરદો હોઈ કે ટેલિવિઝન ઉપર કે પછી બિગબોસની સીઝનો હોય રાખી સાવંત હંમેશા બધાનું મનોરંજન કરતી જોવા મળે છે પરંતુ આજે એટલે કે 28 જાન્યુઆરી તેના માટે ખૂબ જ દુઃખદ સાબિત થયો છે. અભિનેત્રિની માતા જયા સાવંતનું નિધન થયું છે. રાખીની માતા જયા સાવંત છેલ્લા ઘણા દિવસોથી ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલમાં દાખલ હતા. તે કેન્સર અને બ્રેઈન ટ્યુમર સામે લડી રહી હતી. રાખીના પતિ આદિલ ખાન દુર્રાનીએ જયા સાવંતના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે.
દુઃખનો પહાડ તૂટી પડ્યો રાખી સાવંત ઉપર
છેલ્લા ઘણા દિવસોથી રાખી સાવંતને હોસ્પિટલમાં તેની માતાને મળવા જતી હોઈ તેવું જોવામાં આવી રહ્યું હતું .ચાહકો તેની માતાના સારા સ્વાસ્થ્ય માટે સતત પ્રાર્થના કરી રહ્યા હતા. આટલું જ નહીં, રાખી તેના ચાહકોને તેની માતાના જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરવા વિનંતી પણ કરતી હતી. પણ કોણ જાણતું હતું કે 28 જાન્યુઆરી રાખી માટે દુઃખદ દિવસ બનવાનો હતો. રાખી પર જાણે દુ:ખનો પહાડ તૂટી પડ્યો હોય તેવું તેની સાથે બનેલી આ ઘટનાને લઇને પણ ચોક્કસ રીતે કહી શકાય છે.
લાઈવ સેશન કરીને ચાહકોને માતાના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપી હતી
મરાઠી ચેનલો રાખી સાવંત થોડા દિવસો પહેલા જ મરાઠી બિગ બોસમાંથી બહાર આવી ત્યારે તેને તેની માતાની હાલત વિશે ખબર પડી. તે બિગ બોસનું ઘર છોડીને સીધો હોસ્પિટલમાં જ ગઈ હતી . અહીંથી રાખી સાવંતે લાઈવ સેશન કરીને ચાહકોને માતાના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપી હતી. રડતા રડતા તેણે કહ્યું હતું કે તેની માતાને કેન્સર પછી બ્રેઈન ટ્યુમર થયું હતું. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ પછી રાખીએ આદિલ સાથેના તેના લગ્ન વિશે જણાવ્યું જે ચાહકો માટે વધુ એક ઝટકો હતો.