Dakshin Gujarat

રાકેશ ટીકેટ 5મી એપ્રિલે બારડોલીમાં ખેડૂતોને સંબોધશે

BARDOLI : ખેડૂત વિરોધી ત્રણ કૃષિ કાયદા ( AGRICULTURE LAW) ના વિરુદ્ધમાં મિટ્ટી સત્યાગ્રહ યાત્રા મંગળવારના રોજ બારડોલી પહોંચી હતી. જ્યાં ખેડૂતોએ પોતપોતાના ગામની માટી આપી હતી. આ માટીથી દિલ્હીમાં ખેડૂત શહીદ સ્મારક બનાવવામાં આવનાર છે. બીજી તરફ 5મી એપ્રિલના રોજ ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટીકેટ ( RAKESH TIKEIT) બારડોલી આવવાના હોય તેના આયોજનના ભાગ રૂપે શંકરસિંહ વાઘેલા ( SHANKARSINH VAGHELA) બારડોલી આવ્યા હતા અને તેમણે ખેડૂતો સાથે બેઠક કરી સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

ખેડૂત આંદોલન ગુજરાતમાં પણ સક્રિય થાય તે માટેના પ્રયાસો શરૂ કરી દેવમાં આવ્યા છે. મુંબઈથી નીકળેલી મિટ્ટી સત્યાગ્રહ યાત્રા મંગળવારના રોજ દાંડીથી બારડોલી પહોંચી હતી. આ યાત્રામાં ગામે ગામથી માટી એકત્રિત કરવામાં આવી રહી છે. જે માટીથી દિલ્હીમાં આંદોલન સમયે 315 ખેડૂતો શહીદ થયા હતા તેની સ્મૃતિમાં શહીદ સ્મારક બનાવવામાં આવશે. મિટ્ટી સત્યાગ્રહ યાત્રામાં આવેલા યાત્રીઓએ જણાવ્યું હતું કે જ્યાં સુધી આ કાયદો રદ્દ નહિ થાય ત્યાં સુધી લડત ચાલ રાખીશું. તેમણે કહ્યું કે ગુજરાતમાં લોકતંત્રની હત્યા થઈ રહી છે.

આ પ્રસંગે આગામી 5મી એપ્રિલના રોજ ખેડૂત નેતા રાકેશ ટીકેટ બારડોલી આવનાર હોય તેના આયોજના ભાગ રૂપે બારડોલીના ઐતિહાસિક આંબા ખાતે શંકરસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામે ગામથી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત ભાજપના ગીરવે મુકાય ગયું છે. સરકારી અધિકારીઓ પણ ભાજપના કાર્યકર્તા હોય તેમ વર્તી રહ્યા છે. તેમણે ખેડૂતોને મોટી સંખ્યામાં આંદોલનમાં જોડાવવા અપીલ કરી હતી. ગુજરાતમાં પણ ભાજપ વિરોધી માહોલ છે તે બતાવવા માટે આ સમગ્ર કાર્યક્રમ યોજાય રહ્યો હોવાનું જણાવ્યું હતું. જો કાયદા બનાવવાનો એમને અધિકાર છે તો આપણને તેનો વિરોધ કરવાનો પણ અધિકાર છે.


રાકેશ ટીકેટ 4થીએ રાજસ્થાનથી અંબાજી પહોંચશે જ્યાં માતાજીના દર્શન બાદ પાલનપુરમાં ખેડૂતો સાથે જાહેર સભા કરશે
તેમણે રાકેશ ટીકેટના ગુજરાત આગમનના કાર્યક્રમની રૂપરેખા આપી હતી. 4થીએ રાકેશ ટીકેટ રાજસ્થાનથી અંબાજી પહોંચશે જ્યાં માતાજીના દર્શન બાદ પાલનપુરમાં ખેડૂતો સાથે જાહેર સભા કરશે. સભામાં કોઈ સ્ટેજ કે મંડપ નહિ હોય માટે ગાડીમાંથી જ સભાને સંબોધન કરશે, ત્યારબાદ તેઓ ઊંઝા ઉમિયા માતાના દર્શન બાદ અમદાવાદમાં રાત્રી રોકાણ કરશે. બીજા દિવસે સવારે સાત વાગ્યે તેઓ બારડોલી આવવા રવાના થશે, બપોરે ત્રણેક વાગ્યે બારડોલી આવી પહોંચશે. અહીં કેદારેશ્વર મહાદેવ મંદિરના હોલમાં આ કાર્યક્રમ કરવાના હોવાનું જાણવા મળે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top