SURAT : સુરતના બીટ કોઈન ( BITCOIN) કેસના આરોપી રાજુ દેસાઈએ વાવ પાસે ગોલ્ડન નેસ્ટ પ્રોજેક્ટના નામે 76 પ્લોટ હોલ્ડરો ( PLOT HOLDERS) પાસે બુકિંગમાં રૂપિયા લઈને બીટ કોઈનમાં રૂપિયા રોકીને પ્લોટ હોલ્ડરો સાથે છેતરપિંડી કરતાં કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
કામરેજ તાલુકાના પાસોદરા ગામે આવેલી શિવશક્તિ રેસિડન્સી ( SHIV SHAKTI RESIDENCY) માં વિભાગ-2 મકાન નં.1માં હિતેશભાઈ બાબુભાઈ ભાદાણી રહે છે. જેઓ જમીન લે-વેચનો ધંધો કરે છે. જૂન-2013માં વાવ ગામે બ્લોક નં.645વાળી જમીનમાં રાજુભાઈ રવજીભાઈ દેસાઈ દ્વારા ગોલ્ડન નેસ્ટ પ્રોજેક્ટ( GOLDEN NEST PROJECT) નું બુકિંગ કરવામાં આવ્યું હતું. બુકિંગ સાઈટ પર મેનેજર રાજેશભાઈ અમરસિંહ ટાટમિયા તથા વિપુલભાઈ દેસાઈ સાથે મુલાકાત કરી 21*38ના બાંધકામવાળા મકાન રાખવામાં આવેલાં હતાં. મકાનની કિંમત 38,51,000 રાખવામાં આવી હતી.જે મકાનના રૂપિયા 30 મહિનામાં પૂરું કરી દસ્તાવેજ કરી આપવા માટેની બાંયધરી આપી હતી.
પ્રોજેક્ટમાં મકાન નં.એ 4 અને એ 5 મિત્ર મહેશભાઈ ઉકાભાઈ સાવલિયા (રહે.,શિવશક્તિ ગ્રીન, વાવ) સાથે બુકિંગ કરાવ્યું હતું. ટુકડે ટુકડે 46,20,000 તેમજ મકાન નંબર એ 26વાળું મકાન કૌશિકભાઈ રમેશભાઈને અપાવ્યું હતું. તેમજ 23,55,000 રૂપિયા રાજુભાઈ અને મેનેજર રાજેશભાઈ ત્રણ મકાનના કુલ મળી 69,75,000 ચૂકવી દીધા હતા. 30 મહિનામાં મકાનનું બાંધકામ પૂર્ણ કરવાનું હતું. પરંતુ પ્રોજેક્ટમાં મકાનોની જગ્યાએ કમ્પાઉન્ડ વોલ જ બનાવવામાં આવી હતી. કામ પૂરું કરી આપવા માટે વાયદાઓ કરવામાં આવી રહ્યા હોવાથી તપાસ કરતાં બાંધકામ માટે સુડા કે અન્ય કોઈ જગ્યાએથી પરવાનગી પણ લેવામાં આવી ન હતી.
પ્રોજેક્ટનું કામ પૂરું ન થતાં બધા સભ્યો દ્વારા ભેગા થઈ બાંધકામ કરવાનું નક્કી કરી 1,25,000 કોન્ટ્રાક્ટરને રૂપિયા આપીને કામ ચાલુ કરાવ્યું હતું. બાદ માર્ચ-2019માં કામ પૂરું કરાવી આપવા માટે બાંયધરી પણ આપવામાં આવી હતી. છતાં પણ બાંધકામ કરીને કબજો કે વેચાણ દસ્તાવેજ કરી આપ્યો નથી. તપાસ કરાવતાં જમીનના રૂપિયા બિલ્ડર તેમજ મેનેજરે માલિકને ચૂકવતાં તેમના નામે થઈ ન હતી. આ મકાનાના રૂપિયા શૈલેષ ભટ્ટ સાથે બીટ કોઈનમાં રોકી 76 પ્લોટ હોલ્ડરોના રૂપિયા બુકિંગના નામે લઈને છેતરપિંડી કરતાં કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે. વધુમાં રાજુ દેસાઈ અગાઉ બીટ કોઈન કેસમાં પોલીસે ધરપકડ કરવામાં આવી હતી.