Dakshin Gujarat

ડેડિયાપાડાના બોગજમાં ચૂંટણીમાં મારામારી, ભાજપનાં સાંસદ મનસુખ વસાવાનો સાળો ઘાયલ

રાજપીપળા: (Rajpipla) ડેડિયાપાડા તાલુકાના બોગજ ગામે મતદાનના (Voting) દિવસે વહેલી સવારે બે રાજકીય પક્ષોના કાર્યકરો સામસામે આવી ગયા હતા. એ મારામારીમાં ભાજપ સાંસદ મનસુખ વસાવાનો (MP Mansukh Vasava) સાળો ઇજાગ્રસ્ત થતાં ઘાયલ હાલતમાં સારવાર અર્થે ખસેડાયો હતો. બોગજ ગામ મનસુખ વસાવાની સાસરી છે. જેથી એ ઘટનાની જાણ થતાં જ તેઓ પત્ની સાથે તાત્કાલિક બોગજ ગામ પહોંચ્યા હતા. એમણે જણાવ્યું હતું કે, આટલી મોટી ઘટના બની હોવા છતાં ભાજપના (BJP) અમારા સ્થાનિક નેતાઓ પણ કોઈ મદદે આવ્યા નથી. જેથી મારે પોતે અહીં આવવાની ફરજ પડી છે.

સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, ચૂંટણીની આગલી રાત્રે કોઈ પૈસા ન વહેંચે, દારૂ ન પીવડાવે, પોતાનો વોટ કોઇ અન્ય ન લઈ જાય એ માટે લોકો આખી રાત જાગતા હોય છે. જેથી બોગજ ગામે વહેલી સવારે ભાજપતરફી સરપંચ પદ માટેના ઉમેદવારના પાંચ-છ સમર્થક તાપણું કરી રહ્યા હતા. એ સમયે બોગજ ગામના આગેવાન અને બીટીપીના લીડર ચૈતર વસાવાએ 20 લોકોનાં ટોળાં સાથે આવીને ભાજપના સમર્થકો પર હુમલો કર્યો હતો. તાપણીમાં સળગતા લાકડા વડે હુમલો કરતાં ભાજપના બે કાર્યકર ગંભીર રીતે દાઝ્યા હતા. આ ઈજાગ્રસ્તોમાં એક મારો સાળો છે. મારો સાળો ભાજપતરફી સરપંચ પદના ઉમેદવારનો પ્રચાર કરી રહ્યો હતો. આ વખતે અમારો ઉમેદવાર જીતી રહ્યો હોવાનું લાગતાં બીટીપીના કાર્યકરો રઘવાયા બની જતાં આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે. આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પરંતુ તેઓ દ્વારા પણ યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતાં અમે ડી.વાય.એસ.પી.ને આ અંગે રજૂઆત કરી છે.

કામરેજના અંત્રોલી થારોલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં ચૂંટણીમાં પ્રતિક ‘ટેબલ’ સમજીને પ્રચાર કર્યો ને બેલેટ પેપરમાં પ્રતિક નહીં દેખાતાં ઉહાપોહ કર્યો ત્યારે ખબર પડી કે પ્રતિક તો ‘ઘડો’ છે

કામરેજ: કામરેજ તાલુકાના અંત્રોલી થારોલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં બે પેનલો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. સરપંચના ઉમેદવાર એવા વર્તમાન ડે.સરપંચ જયેશભાઈ સોલંકીએ પોતાની પેનલનું ચૂંટણી પ્રતિક ટેબલ સમજી પ્રચારમાં ‘ટેબલ’ને મત આપવાનો પ્રચાર કર્યો હતો. પરંતુ આજે મતદાનના દિવસે સવારે ગામના એક યુવાન મત આપવા માટે બેલેટ પેપર લઈને મત આપવા જતા પેપરમાં ટેબલનું પ્રતિક ન દેખાતા ઉહાપોહ થયો હતો. જેના લઈને તંત્રને જાણ કરવામાં આવતા માલુમ પડ્યું કે પોતાની પેનલનું ચૂંટણી પ્રતિક તો ‘ઘડો’ છે. જેના લઈને સવારમાં થોડી માથાકુટ થવા પામી હતી. પરંતુ થોડીવારમાં મતદાન શરૂ કરી દેવામાં આવ્યું હતું.

જોખા ગામમાં એક મહિલાનો મત બીજી મહિલાએ આપી દેતાં વિવિાદ
જોખા ગામમાં પણ ગામની એક મહિલાનો મત કોઈ બીજી મહિલાએ આપી દેતા ગામના લોકો પ્રિસાઈડીંગ ઓફિસર સાથે ગામ લોકોની બોલાચાલી થઈ હતી.બાદમાં કામરેજના મહિલા મામલતદાર કૃતિકાબેન વસાવા જોખા ગામે આવી મામલો શાંત પાડયો હતો.

Most Popular

To Top