રાજપીપળા: (Rajpipla) ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના (Statue Of Unity) નાયબ કલેકટર (Deputy Collector) નીલેશ દુબેનો આદિવાસી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ વિવાદ વધતા ગુજરાત સરકારે આખરે નિલેશ દુબેને સસ્પેન્ડ કરી દીધા છે. નિલેશ દુબેનો આદિવાસી સમાજ વિરુદ્ધની ટિપ્પણી કરતો ઓડિયો સોશિયલ મીડિયામાં (Social Media) બુધવારે 30 મી એપ્રિલના રોજ રાત્રે વાયરલ થયા એમની વિરુદ્ધ આખા રાજ્યમાં આંદોલન તેજ બન્યું હતું. ગુજરાત ભરના આદિવાસી (Tribal) આગેવાનો, ભાજપ-કોંગ્રેસ-બિટીપી સાંસદ અને ધારાસભ્યોએ નિલેશ દુબે વિરુદ્ધ કાર્યવાહી કરવા સરકાર પર રિતસરનું દબાણ બનાવ્યું હતું.
- નાયબ કલેકટર નીલેશ દુબેનો આદિવાસી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
- ગુજરાત સરકારે આખરે નિલેશ દુબેને સસ્પેન્ડ કરી દીધા
- નિલેશ દુબે વિરુદ્ધ એટ્રોસીટીનો ગુનો નોંઘવાની માંગ
- ગૃહમંત્રી હર્ષ સંઘવી આ ઓડિયો સાંભળે અને આદિવાસી સમાજ આગળ ખુલાસો કરે છે કે નિલેશ દુબે વિરુદ્ધ પોલિસે ફરીયાદ કેમ ના કરી?
કેવડિયા બચાઓ આંદોલન સમિતિ, ભાજપ-કોંગ્રેસના આદિવાસી આગેવાનોએ નિલેશ દુબે વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવાની માંગ સાથે કેવડિયા પોલીસ મથકે ધામો નાખ્યો હતો. ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ પણ નિલેશ દુબે વિરુદ્ધ કડક કાર્યવાહીની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી હતી. સરકાર પર દબાણ આવતાં સરકારે નિલેશ દુબેને આખરે સસ્પેન્ડ કર્યા છે. સરદાર સરોવર પુનર્વસવાટ એજન્સીના નાયબ કલેકટર નિલેશ દુબેને 07/12/2018ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વધારાનો હવાલો સોંપાયો હતો.
સેન્સ્પેન્સન દરમિયાન એમનું મુખ્ય મથક ભાવનગર કલેકટર કચેરી હશે, તેઓ નિયંત્રક અધિકારીની લેખિત પરવાનગી સિવાય મુખ્ય મથક છોડી શકશે નહીં. નિલેશ દુબે વિરુદ્ધ આંદોલનની શરૂઆત કરનાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવા અને કેવડિયા બચાઓ આંદોલન સમિતિના ડો.પ્રફુલ્લ વસાવાએ જણાવ્યું હતું કે સરકારે નિલેશ દુબેને સસ્પેન્ડ કર્યા એનાથી અમને સંતોષ નથી. જો નિલેશ દુબે વિરુદ્ધ એટ્રોસીટીનો ગુનો નહિ નોંધાય તો અમે સમજીશું કે સરકારને આદિવાસીઓના અપમાનની કશી પડી નથી. અમે ગુજરાત સહિત આખા દેશમાં જલદ આંદોલન કરીશું. ગૃહમંત્રી હર્ષ સંઘવી આ ઓડિયો સાંભળે અને આદિવાસી સમાજ આગળ ખુલાસો કરે છે કે નિલેશ દુબે વિરુદ્ધ પોલિસે ફરીયાદ કેમ ના કરી?