રાજપીપળા: (Rajpipla) તિલકવાડાના સાહેબપુરા ગામે વહેલી સવારે અચાનક શોર્ટ સર્કિટથી (Short Circuit) આગ લાગી હતી. જેની થોડીક ક્ષણમાં આગે (Fire) વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં 6 જેટલાં ઘરમાં આગ ફેલાઈ હતી. આ ઘટનામાં ઘરવખરીથી લઈ અનાજ, રોકડા રૂપિયા (Rupees) તથા કપાસની સાથે તમામ સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી.
- તિલકવાડાના સાહેબપુરામાં આગ લાગતાં 6 મકાન ખાખ
- થોડીક ક્ષણમાં આગે (Fire) વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં 6 જેટલાં ઘરમાં આગ ફેલાઈ હતી
- શોર્ટસર્કિટને કારણે આગ ભભૂકતાં ઘરવખરીથી લઈ અનાજ, રોકડા રૂપિયા તથા કપાસની સાથે તમામ સામગ્રી બળીને ખાખ થઈ
પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડાના સાહેબપુરા ગામે મોટા ફળિયામાં વહેલી સવારે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગવાની ઘટના બની હતી. ગ્રામ્ય વિસ્તારમાં મકાન કાચું હોવાને કારણે થોડાક ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને બાજુમાં આવેલાં ઘરો પણ આગની લપેટમાં આવતાં થોડીક જ વારમાં 6 જેટલાં ઘરો સળગી ઊઠ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાણ જાનહાનિ થઈ નથી. પરંતુ ઘરોમાં મૂકેલી ઘરવખરીની સાધન સામગ્રી સાથે અનાજ, રોકડા રૂપિયા તથા કપાસ બળીને ખાખ થઈ ગયો હતો. જેના કારણે પીડિત પરિવારો પાયમાલ થવાની કગાર પર આવીને ઊભા રહી ગયા હતા.
તિલકવાડા તાલુકામાં એક જ ફાયર વિભાગની ગાડી હોય, પરંતુ તે પણ બંધ હાલતમાં હોવાથી રાજપીપળા નગર પાલિકાની ફાયર વિભાગ કર્મીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. ફાયરકર્મીઓએ કલાકો સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગને કાબૂમાં લીધી હતી. ઘટનાને પગલે તિલકવાડા પોલીસકર્મીઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવતાં ગામ લોકોએ રાહતનો અનુભવ કર્યો હતો.
પલસાણાની એક મીલમાં ૨ કામદારો દાઝ્યા એકનુ સારવાર દરમ્યાન મોત
પલસાણા તાલુકામાં આવેલ ઔધોગીક એકમોમાં કામ કરતા કામદોરોના છાસવારે ગંભીર અકસ્માતો તેમજ જીવ પણ ગુમાવ્યો હોવાની ઘટના સામે આવતી જ હોય છે. અનેક મીલો કામદારો પ્રત્યેની સેફ્ટીને લઇ નિષ્ક્રિય હોય હોવાથી કામદારો પણ મોતને ભેટે છે. ત્યારે પલસાણાના માખીગા ગામે આવેલ એક મીલમાં બોઇલરમાં કોલસો નાખતી વેળાએ અચાનક બોઇલ૨માંથી બેક ફાયર થતા બે કામદારો દાઝ્યા હતા. જેમાંથી એક કામદારનુ સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતું.