રાજપીપળા, ડેડિયાપાડા: (Rajpipla) ડેડિયાપાડા તાલુકાથી એક પરિણીતા મહિલાનો 181 મહિલા હેલ્પલાઈન (Helpline) પર કોલ આવ્યો હતો કે તેમની ત્રણ દીકરીઓ છે પણ દીકરો નથી થતો માટે પતિ (Husband) વ્યસન (Addiction) કરી આવી કાયમ વહેમ કરે છે અને માનસિક ત્રાસ આપે છે. જેથી રાજપીપળા અભયમ ટીમે સ્થળ પર પહોંચી કાઉન્સેલિંગ કરી સમાધાન કરવામાં સફળતા મેળવી હતી.
- ડેડિયાપાડામાં પિતા ઓશિકા નીચે ધારિયું લઈને સૂઈ જતાં દીકરીઓમાં ગભરાટ
- પરિણીત નર્સને ત્રણ પુત્રી બાદ પુત્ર નહીં અવતરતાં પતિનો ત્રાસ, અભયમ ટીમે સમાધાન કરાવ્યું
પરિણીતાએ 181 મહિલા અભયમ ટીમને જણાવ્યા મુજબ તેઓ સરકારી હોસ્પિટલ ખાતે સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે, તેમની ત્રણ દીકરી છે. તેમના પતિ રોજ શંકા કરીને માનસિક ત્રાસ આપે છે તેમજ ત્રણ દીકરી છે અને દીકરો નથી થતો માટે તેઓ વ્યસન કરીને ઝઘડો કરે છે. જ્યારે નાની દીકરી જન્મી તે વખતે તેમને એને ઊંચકી પણ ન હતી. એમના આવા સ્વભાવને કારણે દીકરીઓ એમના સાથે રહેવામાં પણ ડરે છે, દીકરીઓને પણ મારે છે અને મારી નાંખવાની ધમકીઓ આપે છે. પતિ એમના પલંગના ગાદલાં નીચે પણ ધારિયું રાખીને સૂઈ જાય છે. તે કોઈ કામ-ધંધો કરતો નથી, પરંતુ રોજરોજ આ રીતે હેરાન કરે છે.
પરિણીતાએ વધુમાં જણાવ્યું હતું કે, હું રાત્રિ શિફ્ટમાં નોકરી પર જાઉં તો પણ મારો પતિ મારી પર વહેમ કરે છે. હું એકલી ત્રણેય દીકરી તેમજ તેમની ઘરની બધી જ જવાબદારી પૂરી પાડું છું. ત્યારબાદ મહિલા અભયમ ટીમે સામે પક્ષનું કાઉન્સેલિંગ કર્યુ અને કાયદાકીય સમજ આપી સલાહ-સૂચનો આપી તેમને સમજાવ્યા બાદ પતિએ આવા ગેરવર્તન કરવા માટે તેમને માફી માંગી હતી અને જણાવ્યું કે, હું વ્યસન કરવાનું બંધ કરીશ. હું મારી ફેમિલી સાથે રહેવા માંગું છું. હું મારી બધી જ ભૂલો સુધારવાનો પ્રયાસ કરીશ. ફરી ક્યારેય શંકા નહીં કરું. પતિએ આવી લેખિત બાંયધરી આપતાં પારિવારીક ઝઘડાનું સુખદ સમાધાન થયું હતું.
અંતાપુર ગામે બાઇક સ્લિપ થઈ જતાં ઘાયલ ચાલકનું સારવાર દરમિયાન મોત
વ્યારા: ડોલવણના અંતાપુર ગામે બંગલી ફળિયામાં રહેતા અજયભાઈ રમેશભાઈ ચૌધરી પોતાની હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ નં.(GJ-26-AC-4800) લઇ કુંભીયા ગામે દુકાને જઈ રહ્યો હતો. ત્યારે તા.૭/૩/૨૦૨૩ના રોજ સાંજે ૫:૩૦ વાગ્યાના અરસામાં કુંભીયા ગામ નજીક આવતા વાંકલા જતાં રોડ પર તેની મો.સા. પૂરઝડપે હોવાથી રોડ ઉપર સ્લિપ થઇ ગઇ હતી. તેના માથાના ભાગે જમણી બાજુ ઇજા થઇ હતી. બંને પગ છોલાઇ ગયા હતા. આથી લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તા.૧૫/૦૩/૨૦૨૩ના રોજ બપોરે ૩:૩૦ વાગેના સુમારે અજય ચૌધરીનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.