આજે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં પ્રદેશ ભાજપની કારોબારી બેઠકનો કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, સીએમ વિજય રૂપાણી અને ડે સીએમ નીતિન પટેલની ઉપસ્થિતિમાં આરંભ થયો હતો. આ બેઠકમાં આરંભ પહેલા જ પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ દ્વ્રારા પાર્ટીના સીનિયર અગ્રણીઓને ટેબલેટનું વિતરણ કરાયું હતું. એટલું જ નહીં ભાજપની ડિજીટલ એપ્લિકેશન લોન્ચ કરાઈ હતી.ભાજપની પ્રદેશ કારોબાીની બેઠકમાં આગામી મિશન 2022 પર વિચાર મંથન કરવામાં આવી રહ્યું છે. જેના પગલે ચૂંટણી લડવાનો આખો રોડ મેપ નક્કી કરાશે.
સંરક્ષણ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથસિંહે કારોબારીની બેઠકને સંબોધન કરતાં કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે દેશમાં ગરીબો, ખેડૂતોએ યુવાનોના કલ્યાણના પગલા લેવાઈ રહ્યાં છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની સાથે સાથે ભાજપ પણ પ્રજાના હિતને સમર્પીત છે. દેશમાં વિકાસની સાથે પક્ષ તરીકે ભાજપપણ પ્રજા પ્રત્યેની જવાબદારી પણ નિભાવી રહ્યું છે. જેના કારણે ભાજપમાં પ્રજાનો વિશ્વાસ વધ્યો છે.
તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપની સફળતા ટકી રહેવાનું મહત્વનું કારણ એ છે કે ગુજરાતમાં ભાજપ દ્વ્રારા પરિણામલક્ષી ( પોલીટિકસ ઓફ પર્ફોમન્સ ) કાર્યવાહી કરી છે.જેના કારણે એકલા ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં રાજનીતિનું ફલક બદલાઈ ગયુ છે.ખાસ કરીને તેમાં નરેન્દ્ર મોદીનું યોગદાન મોટુ છે. પહેલા તેમણે ગુજરાતમાં 13 વર્ષ સુધી કામ કર્યુ અને હવે છેલ્લા સાત વર્ષથી દેશનું શાસન સંભાળી રહ્યાં છે. પૂજય બાપુ હમેશા કહેતા દેશમાં નીતિઓ બનાવતી વખથે સીડીના છેલ્લા પગથિયે ઉભેલી વ્યકિત્તને શું ફાયદો થઈ શકે છે.
રાજનાથસિંહે કહ્યું હતું કે દેશમાં સંરક્ષણ સેકટરમાં ભારત આત્મનિર્ભર બને તે માટેનો રોડમેપ તૈયાર કરાયો છે. ભારતમાં સંરક્ષણ ક્ષેત્રના ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ” આજે આતંકવાદીઓને પણ ખબર છે તેમને જેમણે શરણ આપી છે ત્યાં પણ તેઓ સુરક્ષિત નથી.ઉરીમાં એક આતંકી હુમલો થયો તો આપણી સૈનાએ સીમા પાર જઈને હુમલો કરીને આતંકીઓના અડ્ડાઓને નેસ્તનાબૂદ કર્યા હતાં.