World

ભારતે સખત મહેનતથી ફરારી જેવી ઇકોનોમી બનાવી, પાકિસ્તાનની હાલત હજુ પણ ડમ્પર જેવી- રાજનાથ સિંહ

રક્ષા મંત્રી રાજનાથ સિંહે શુક્રવારે પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીરના ‘ભારત એક ચમકતી મર્સિડીઝ છે’ નિવેદનનો જવાબ આપ્યો. રાજનાથ સિંહે કહ્યું- હું મુનીરના નિવેદનને મજાક (ટ્રોલ) નથી માનતો પરંતુ તેમની નિષ્ફળતાનો સ્વીકાર માનું છું.

ઇકોનોમિક ટાઇમ્સ વર્લ્ડ લીડર્સ ફોરમમાં રાજનાથ સિંહે કહ્યું, જો એક દેશે મહેનતથી ફેરારી જેવી અર્થવ્યવસ્થા બનાવી અને બીજો હજુ પણ ડમ્પર જેવી સ્થિતિમાં છે તો તે તેમની નિષ્ફળતા છે. હું અસીમ મુનીરના નિવેદનને કબૂલાત તરીકે જોઉં છું. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કાટમાળથી ભરેલા ડમ્પ ટ્રક જેવી છે.

ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શુક્રવારે (22 ઓગસ્ટ, 2025) નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીરના નિવેદન પર કટાક્ષ કર્યો. પાકિસ્તાની આર્મી ચીફના નિવેદનો પર તેમણે કહ્યું કે તાજેતરમાં જ અસીમ મુનીરને તેમના નિવેદન માટે પાકિસ્તાનની અંદર અને બહાર સમગ્ર વિશ્વમાં ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું, “બધાએ કહ્યું કે જો બે દેશોને એક જ સમયે સ્વતંત્રતા મળી અને એક દેશે સખત મહેનત, યોગ્ય નીતિઓ અને દ્રષ્ટિકોણથી ફેરારી જેવી અર્થવ્યવસ્થા બનાવી અને બીજો દેશ હજુ પણ ડમ્પરની સ્થિતિમાં છે તો તે તેમની પોતાની નિષ્ફળતા છે. હું અસીમ મુનીરના આ નિવેદનને તેમની કબૂલાત તરીકે પણ જોઉં છું.”

રાજનાથ સિંહે કહ્યું, “પાકિસ્તાનના આર્મી ચીફે જાણી જોઈને કે અજાણતાં એક આદિવાસી અને લૂંટારુ માનસિકતા તરફ ઈશારો કર્યો છે, જેનો પાકિસ્તાન તેના જન્મથી જ ભોગ બની રહ્યું છે. મને લાગે છે કે આપણે પાકિસ્તાની સેનાના આ ભ્રમને તોડવો પડશે. ઓપરેશન સિંદૂરને કારણે તેમના મનમાં આ ભ્રમ ઉભો થયો ન હોવો જોઈએ. પરંતુ આપણે ખાતરી કરવી પડશે કે ભારતની સમૃદ્ધિ, આપણી સંસ્કૃતિ અને આપણી આર્થિક સમૃદ્ધિની સાથે, આપણી સંરક્ષણ ક્ષમતા અને આપણા રાષ્ટ્રીય સન્માન માટે લડવાની ભાવના પણ એટલી જ મજબૂત રહે. આપણે એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે લડવાની ભાવના આપણી સભ્યતામાં, આપણા રાષ્ટ્રમાં જીવંત રહે.”

સર્વના ભલા માટે વિશ્વ વ્યવસ્થા – રાજનાથ
તેમણે કહ્યું, “આપણે હંમેશા એવી વિશ્વ વ્યવસ્થાની કલ્પના કરી છે જ્યાં શક્તિ જવાબદારી તરફ નિર્દેશિત થાય, હેતુ સૌના ભલામાં મૂળ હોય અને ભાગીદારી એ રાષ્ટ્રો વચ્ચેના સંબંધોની કુદરતી સ્થિતિ છે. ભારતીય નૈતિકતા વિશ્વ વ્યવસ્થાને પ્રભુત્વ માટેની સ્પર્ધા તરીકે નહીં પરંતુ સૌના માટે સંવાદિતા, ગૌરવ અને પરસ્પર આદર તરફની સહિયારી યાત્રા તરીકે જુએ છે.”

Most Popular

To Top