Gujarat

રાજકોટના વિંછીયામાં પતિને સાળી સાથે પ્રેમ થઈ જતાં નડતરરૂપ પત્નીની ચાર્જરના વાયરથી હત્યા કરી

રાજકોટ: રાજકોટના (Rajkot) વિંછીયા (Vinchhiya) તાલુકામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 44 દિવસથી ગુમ થયેલી પરિણીતાનું હાડપિંજર ચોંટીલા તાલુકાના ઢોકળવા ગામની સીમમાંથી મળતાં પરિજનો અને ગ્રામજનો ચોંકી ઉઠ્યા હતા. પત્નીને ગંભીર બિમારી થતાં પતિએ (Husband) તેની સાળીના પ્રેમમાં (Love) પડ ગયો હતો તેથી નડતરૂપ પત્નીની (Wife) હત્યા (Murder) કરી નાખી હતી. આ કેસમાં આજે પરિણીતાના પરિવારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આંદોલન શરૂ કર્યું છે.

રાજકોટના વિંછીયા તાલુકાના દલડી ગામે રહેતી પરિણીતાની તેના જ પતિએ નિર્મમ હત્યા કરી હતી. પત્નીને એઇડ્સ થતાં પતિ સાળીના પ્રેમમાં પડી ગયો હતો પત્ની નડરરૂપ હોવાથી તેણે પત્નીની હત્યાનો પ્લાન બનાવ્યો. પરિણીતાને સૂમસામ જગ્યાએ લઈ જઈ ચાર્જરના વાયરથી ટૂંપો દઈ હત્યા કરી નાખી હતી. પછી જાણે કઈ થયું જ નથી તેમ તેણે પોલીસ સટેશનમાં ગૂમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. અને પોતે શંકાના દાયરામાં ન આવે તે માટે સગાસંબંધીઓને પણ જાણ કરી હતી.

પોલીસ પાસે પ્રાપ્ત માહિતી અનુસાર ગત 22 મેના રોજ વિંછીયા તાલુકાના દલડી ગામની પરિણાતા રંજનબહેન રાજેશભાઈ ઓળકિયા ગૂમ થયાની ફરિયાદ કરવામાં આવી હતી. ત્યાર પોલીસે ગૂમ થયાની ફરિયાદ પર કોઈ ધ્યાન આપતા પરિવારે આંદોલન કરવું પડ્યું. ત્યાર બાદ પોલીસ ગૂમ થયેલી પરીણીતાની તપાસ શરૂ કરી હતી. 44 દિવસ બાદ પરિણીતાનું હાડપિંજર ચોંટીલા તાલુકાના ઢોકળવા ગામની સીમમાંથી મળી આવ્યો હતો.

પોલીસે પરિણીતાના પતિની આકરી પૂછપરછ કરતા હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. હત્યારા પતિએ કબૂલ કરી લીધું હતું કે પત્નીની હત્યા કરીને લાશ ચોટીલાના ઢોકળવાની સીમમાં કોતરોમાં દાટી દીધી હતી. હત્યારા સાથે પોલીસની સમગ્ર ટીમે ઘટના સ્થળે પહોંચી લાશને બહાર કાઢી હતી.

બે દિવસથી કર્યો હતો હત્યાનો પ્લાન
પોલીસે આકરી તપાસ કરતા સમગ્ર હકીકીત બહાર આવી હતી. આરોપીએ જણાવ્યું હતું કે તેણે બે દિવસ અગાઉથી સ્થળ નક્કી કરી રાખ્યું હતું. પત્નીને એઇડ્સ થતા તેને તેની સાળી સાથે પ્રેમ થઈ ગયો હતો. પરંતુ તેમનો આ પ્રેમ પરિવારને મંજૂર ન હતો. ત્યાર બાદ તેની સાળીની બીજી જગ્યાએ સગાઈ પણ નક્કી કરી દેવામાં આવી હતી. સગાઈના એક દિવસ પહેલા પત્ની સાથે છાસિયા બાઇક પર લઈને નીકળ્યો હતો. જ્યાં તેણે ઠંડે કલેજે મોબાઇલના ચાર્જરના વાયરથી ટૂંપો દઈ પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી તેમજ ગૂનાને છૂપાવવા માટે લાશને દાટી દીધી, ત્યાર બાદ તે પોતે જ પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top