Gujarat

રાજકોટ: પૈસાની લાલચમાં સસરાએ પુત્ર અને પુત્રવધુની અંગત પળોનો વીડિયો વેબસાઈટ પર મુક્યો!

રાજકોટ(Rajkot) : સંબંધોની ગરિમાને લજવનારો એક બનાવ રાજકોટમાં બન્યો છે. અહીં એક હોટલના માલિકે પૈસાની લાલચમાં પોતાની પુત્રવધુનો વીડિયો વેબસાઈટ પર મુકી દીધો છે. આ કેસ બહાર આવતા પોલીસે પીડિતાના પતિ, સસરા અને સાસુની ધરપકડ કરી છે.

રાજકોટ પોલીસે સિટી સાઈબર ક્રાઈમ (Cyber Crime) પોલીસ સ્ટેશમાં આઈપીસી 356 ડી, આઈટી એક્ટ હેઠળ એક ફરિયાદ દાખલ થઈ હતી. સાઈબર ક્રાઈમ પોલીસે પીડિતાના રૂમમાં છુપી રીતે મુકાયેલા સીસીટીવી કેમેરા, સેક્સ ટોયઝ અને કેટલાંક કપડા કબ્જે લીધા છે.

પોલીસની તપાસમાં એવી હકીકત બહાર આવી છે કે પીડિતાના વીડિયો વેબસાઈટ પર આપવાના બદલામાં ટોકન મળતા હતા. જેને બાદમાં ભારતીય રૂપિયામાં રૂપાંતરિત કરવામાં આવતા હતા. કેટલીક લેવડ દેવડ ક્રિપ્ટોકરન્સી મારફતે પણ થઈ છે. વધુ રૂપિયા કમાવાની લાલચમાં રાજકોટના પરિવારે સંબંધોને લજવ્યા છે.

શું છે સમગ્ર કિસ્સો?
આ સમગ્ર બનાવ રાજકોટના ભક્તિનગર વિસ્તારના પરિવાર સાથે સંકળાયેલો છે. પરિવાર સુખી સંપન્ન હોવા છતાં સસરાએ પોતાના દીકરાની પત્નીના અંગત પળોનો વીડિયો ઉતારી તેની વેબસાઈટ પર હરાજી કરી હતી. 21 વર્ષીય પરિણીતાએ આરોપીઓ સામે યૌન શોષણ, યૌન ઉત્પીડ્ડનની ફરિયાદ દાખલ કરી છે.

ફરિયાદી પરિણીતા અનુસાર આરોપી પતિ, સસરા અને સાસુએ એક વેબસાઈટ પર લાઈવ સેક્સ કરવા માટે તેણીને મજબૂર કરી હતી. આ વેબસાઈટ પર દર્શકોને એપ્લીકેશન પર પોતાની આઈડી બનાવીને લાઈવ સેક્સ બતાવવા બદલ ટોકન મળે છે. પુત્રવધુની ફરિયાદ દાખલ કરી પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પરિણીતાએ પોતાના જ પરિવારના ત્રણ સભ્યો વિરુદ્ધ બળજબરીપૂર્વક વેબસાઈટ પર લાઈવ સેક્સ બતાવવા મજબૂર કરવાનો આરોપ મુક્યો છે. આ કેસની તપાસ ચાલી રહી છે.

પોલીસ સૂત્રોએ કહ્યું કે, આ વેબસાઈટમાં વીડિયો જોતી વખતે દર્શકો ટીપ મોકલી શકે છે. ટિપ મોકલવા માટે વેબસાઈટ પર એકાઉન્ટ બનાવવું ફરજિયાત છે. જેનાથી ટોકન મોકલાય છે. તે વ્યક્તિ તે ટોકનને ક્રિપ્ટો કરન્સી તરીકે જોઈ શકે છે. ત્યાર બાદ ટોકન મેળવનાર પોતાના દેશના ચલણમાં તે ટોકનને રૂપાંતરિત કરી શકે છે.

પરિણીતાની ફરિયાદ પર પોલીસને વિશ્વાસ ન થયો
આ ખૂબ જ વિચિત્ર ફરિયાદ પર પહેલાં તો પોલીસને ભરોસો થયો નહોતો. કેમ કે, પરિણીતાએ એવી કેફિયત રજૂ કરી હતી કે પોતાના પતિ સાથેની બેડરૂમની અંગત પળોને તેના સસરા કેમેરામાં રેકોર્ડ કરે છે અને પછી વેબસાઈટ પર અપલોડ કરે છે. પોલીસ આ સાંભળી ચોંકી ગઈ હતી. પરંતુ પોલીસે જ્યારે દરોડા પાડી પીડિતાના રૂમમાં તપાસ કરી તો તેના બેડરૂમમાંથી સીસીટીવી કેમેરા, સેક્સ ટોયઝ અને ફેન્સી કપડા મળી આવ્યા હતા. ત્યાર બાદ પોલીસે ફરિયાદ દાખલ કરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી.

હોટલમાં સેક્સની લાઈવ ટ્રેનિંગ આપી
સસરાએ સેક્સ કઈ રીતે કરવું તેની ટ્રેનિંગ પણ આપી હોવાનો આરોપ પીડિતા પરિણીતાએ કર્યો છે. એક હોટલમાં લઈ જઈ વિદેશી યુવતીઓને બોલાવી સસરાએ સામે બેસાડી સેક્સ ડેમો બતાવ્યો હતો. ત્યાર બાદ પીડિતાને લાઈવ સેક્સ કરવા મજબૂર કરાઈ હતી.

Most Popular

To Top