રાજકોટ: માનવતા આવી પરવારી છે આ વાત તમને આ કિસ્સો વાંચ્યા પછી ચોકક્સ પણે સમજાઈ જશે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે રાજકોટ (Rajkot) સિવિલ હોસ્પિટલમાં (Hospital) શનિવારની વહેલી સવારના (Morning) રોજ તબીબ વ્યવસાયને લાંછન લાગે તેમજ માનવીને શરમાવે તેવું કૃત્ય એક બિનવારસ દર્દી સાથે કરવામાં આવ્યું હતું. રાજકોટની સિવિલ હોસ્પિટલના એક રેસિડેન્ટ અને ત્રણ ઈન્ટરની ડોક્ટરોએ આ કૃત્યુ કર્યું હતું. હોસ્પિટલમાં વોર્ડ નં.10માં સારવાર ચાલી રહેલ બિનવારસ વૃદ્ધાને વોર્ડની બહાર ફેંકી દેવામાં આવ્યા હતા. આ ધટના શનિવારે બપોરના સમયે પ્રકાશમાં આવતા અંતે તેમને ફરીથી દાખલ કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર મામલો પ્રકાશમાં આવતા આવી ઘટના સામે કડક પગલાં લેવા માટે હાઈ લેવલ કમિટીની રચના કરવામાં આવી છે જે ધટના અંગેની સમગ્ર તપાસ કરશે. મળતી માહિતી મુજબ આ ઘટના પછી જવાબદાર કર્મચારીઓ સામે યોગ્ય પગલાં લેવામાં આવશે તેમજ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે. મોરબીમાં રહેતા હસીનાબેન હુલ્લાભાઇ માલસને શુક્રવારે સાંજે 6.30 વાગ્યે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબિયત સારી ન હોવાના કારણસર ખસેડવામાં આવ્યા હતા. તેમને વોર્ડ નં.10માં દાખલ કરવામાં આવ્યા હતા. શનિવારે વહેલી સવારે વોર્ડના રેસિડેન્ટ ડોક્ટર આકાંક્ષાએ વૃધ્ધાને વોર્ડ બહાર ખસેડવા આયાબેનને સુચના આપી હતી. આયાબેને વૃદ્ધાને વ્હીલચેર પર બેસાડી દીધા હતા અને ત્રણ ઈન્ટર્ની ડોક્ટરે તે વ્હીલચેર વોર્ડની બહાર હોસ્પિટલ સામે લઈ જઈ ત્યાંના બાકડાં પર વૃધ્ધાને ફેંકી દીધા હતા. માથે બણબણતી માખીઓને હટાવી ન શકનાર વૃધ્ધાને આ ડોક્ટરોએ રજિસ્ટર પર જાતે જતા રહ્યા હોવાનું દર્શાવી તમામ હદ પાર કરી દીધી હતી. બિનવારસ અને મૃત્યુ પથારીએ પડેલા કોઇ વ્યક્તિને જ્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્યારે કેટલાક ડોક્ટર્સ તેમની સારવાર કરવાને બદલે તેમને વોર્ડની બહાર ફેંકવાની સૂચનાઓ આપતા હોય છે. એવી પણ જાણકારી મળી આવી છે.
શનિવારે સવારે મોરબીના વૃદ્ધાને બહાર ફેંકી દેવાયા હતા તે પહેલા ગત તા.30ના સવારે એક સાધુ જેવા પ્રૌઢને પણ વોર્ડની બહાર હોસ્પિટલ સ્ટાફ ફેંકી આવ્યો હતો, કલાકો સુધી એ પ્રૌઢ બહાર પડ્યા રહ્યા હતાં અંતે તેમને પણ કોઇ જાગૃત નાગરિકે ફરીથી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. હોસ્પિટલ કેમ્પસમાંથી અઠવાડિયે સરેરાશ બે બિનવારસ લાશ મળે છે એવી જાણકારી સૂત્રો પાસેથી મળી આવી છે.