Gujarat Main

રાજકોટમાં આર્મ્સ ફેકટરી બનશે: રિવોલ્વર, પિસ્તોલ, રાયફલ, એન્ટી-એરક્રાફટ ગનનું ઉત્પાદન થશે

રાજકોટ: રાજકોટમાં (Rajkot) હવે રીવોલ્વર, પિસ્તોલ, રાયફલ તથા એન્ટી-એરક્રાફટ (વિમાન વિરોધી) ગનનું (Gun) ઉત્પાદન થશે. વર્ષના અંત સુધીમાં ફેકટરી ધમધમતી થઇ જશે. રાજકોટ સ્થિત રેસ્પીયન એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લીમીટેડ નામની કંપનીએ હથિયારોના ઉત્પાદન ફેકટરી માટે કુવાડવા રોડ પરના સાતડા ગામે જમીન ખરીદી લીધી છે જ્યાં જુદા-જુદા હથિયારોનું ઉત્પાદન તથા એસેમ્બલીંગ થશે.

કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર પ્રીતિ પટેલે એક નિવેદનમાં કહ્યું હતું કે કેન્દ્રીય સંરક્ષણ તથા ગૃહ મંત્રાલય તરફથી રિવોલ્વર, પિસ્તોલ, રાયફલ તથા એન્ટી-એર ક્રાફટ ગન બનાવવાના લાયસન્સ તેમની કંપનીને મળ્યા છે. કંપની હથિયાર લાયસન્સ બનાવતા નાગરિકો ઉપરાંત પોલીસ, સીઆરપીએફ, સૈન્ય, એસઆરપીએફ સહિતની સુરક્ષા એજન્સીઓને વ્યાપારીક ધોરણે હથિયારો વેચી શકશે.

રાજકોટની આ કંપની હથિયારોની ટેકનોલોજીના વિશ્વની અનેક કંપનીઓ સાથે કરાર ધરાવે છે. આધુનિક હથિયારો વિકસાવવા માટે કંપની અત્યાધુનિક રીસર્ચ અને ડેવલપમેન્ટ યુનિટ પણ ધરાવે છે. રાજકોટમાં હથિયાર ફેકટરી માટે કંપની દ્વારા 2019ની વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં કરાર કરવામાં આવ્યા હતા. પ્રારંભિક રોકાણ 50 કરોડનું નક્કી કરવામાં આવ્યું હતું.

ગુંદલાવ પાસેથી તીક્ષ્ણ હથિયાર સાથે યુવાન ઝડપાયો
વલસાડ : વલસાડના ગુંદલાવ ચાર રસ્તાથી વેજલપુર તરફ જતા રસ્તા ઉપર રાત્રે પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે એક રાહદારી યુવાન શંકાસ્પદ લાગતાં તપાસ કરી હતી. એની પાસેથી તીક્ષ્ણ હથિયાર મળી આવતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી. જે અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગુંદલાવ ચાર રસ્તાથી વેજલપોર તરફ જતા રોડ ઉપર પસાર થઇ રહ્યા હતા. ત્યારે ત્યાંથી એક યુવાન રાત્રે પગપાળા જઈ રહ્યો હતો. પોલીસને શંકાસ્પદ લાગતા યુવાનને ઉભો રાખી એનું નામ પુછતા ઘમડાચી વેજલપુરના રામનગરમાં રહેતો રામશંકર નનકવા કેવટ જણાવ્યું હતું. પોલીસે તેની તપાસ કરતા એની પાસેથી એક થેલીમાં ધારદાર ચપ્પુ જેવું તીક્ષ્ણ હથિયાર મળી આવતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે વધુ પુછપરછ કરતા તેણે કોઈ જવાબ આપ્યો ન હતો. જેથી પોલીસે એની સામે ગુનો નોંધી ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top