Gujarat

રાજકોટ ગેમ ઝોન સંચાલકોએ પોલીસ તથા ઉચ્ચ અધિકારીઓને ફ્રી યુઝર કાર્ડ આપ્યા હતા

ગાંધીનગર: રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે સીટ દ્વારા તેનો પ્રાથમિક અહેવાલ સરકારને સોંપવામાં આવ્યો છે. બીજી તરફ આ મામલે મળતી માહિતી મુજબ ગેમઝોન સંચાલકો દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા સ્થાનિક પોલીસને ફ્રી યુઝર કાર્ડ આપવામાં આવ્યા હતા. આ કાર્ડના આધારે ગમે તેટલીવાર ફ્રીમાં રાઇડ્સનો ઉપયોગ કરી શકાતો હતો. આમ ગેમઝોન સંચાલકોની અધિકારીઓ અને પોલીસ સાથેની સાઠગાંઠ હોવાનું બહાર આવ્યું છે.

  • રાજકોટ ગેમ ઝોન સંચાલકોએ પોલીસ તથા ઉચ્ચ અધિકારીઓને ફ્રી યુઝર કાર્ડ આપ્યા હતા
  • નાની મોટી ફેમિલી પાર્ટીઓ અને પોગ્રામ થતા હતા

આ મામલે મળતી માહિતી મુજબ ગેમઝોન સંચાલક દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા સ્થાનિક પોલીસ સ્ટાફને ફ્રી યુઝર કાર્ડ આપવામાં આવ્યા હતા. આ કાર્ડના આધારે તેઓ ગમે ત્યારે, ગમે તેટલીવાર પરિવાર સાથે ગેમઝોનમાં જઈ જુદી જુદી રાઈટ્સનો લાભ લઈ શકાતો હતો.

આ ઉપરાંત ગેમઝોનમાં પોલીસ તથા ઉચ્ચ અધિકારી માટે બધી સુવિધા ફ્રી હોવાથી અહીં નાની મોટી ફેમિલી પાર્ટીઓ, ફંક્શન તેમજ બર્થડે પાર્ટી પણ આયોજન થતું હતું. ગેમઝોનમાં વિકેન્ડ દરમિયાન મનોરંજનના કાર્યક્રમો ઉપરાંત મ્યુઝીકલ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવતું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

સંચાલકો દ્વારા ઉચ્ચ અધિકારીઓ અને પોલીસને ફ્રી યુઝર કાર્ડ આપવામાં આવ્યો હોવાથી પોલીસ તથા અધિકારીઓની ગેમઝોન પર મીઠી નજર રહેતી હોવાનું ખુલ્લેઆમ ચર્ચા પણ રહ્યું છે. સીટ દ્વારા આ દિશામાં પણ તપાસ થાય તેવી રાજકોટવાસીઓ માગ કરી રહ્યાં છે.

Most Popular

To Top