Gujarat

રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડી.કે.સખીયાના પુત્ર જીતેન્દ્ર સખીયાએ ઝેરી દવા ગટગટાવી

રાજકોટ: રાજકોટ (Rajkot) જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડી.કે. સખીયાના (D.K. Sakhiya) પુત્ર જીતેન્દ્ર સખીયાએ (Jitendra Sakhiya ) ઝેરી દવા પીને આપઘાતનો (Suiside) પ્રયાસ કર્યો છે. આપઘાતની જાણ થતાં તેઓને સારવાર માટે  વોકહાર્ટ હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે જીતેન્દ્ર સખીયા રાજકોટ માર્કેટ યાર્ડમાં ડિરેક્ટર છે. ડી.કે. સખીયા રાજકોટ માર્કેટ યાર્ડમાં અગાઉ ચેરમેન પદે રહી ચૂક્યા છે.

  • ક્યાં કારણોસર ઝેરી દવા પીધી તે હજુ પણ અકબંઘ
  • બેડી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં જીતેન્દ્ર સખિયાને ટિકીટ આપવામાં આવી હતી
  • જીતેન્દ્ર સખીયા રાજકોટ માર્કેટ યાર્ડમાં ડિરેક્ટર છે
  • ડી.કે. સખીયાએ પણ તેમના પુત્રને હોદ્દેદાર બનાવવા માટે લોબિંગ શરૂ કર્યું હતું
  • ગઈકાલે જ જીતેન્દ્ર સખીયાની સગાઈ થઈ હતી

આપઘાત પાછળનું કારણ હજુ સુઘી જાણી શકાયું નથી. સમયાંત યોગ્ય સારવાર મળી રહેતા જીતેન્દ્ર સખીયાના જીવને કોઈ જોખમ નથી. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે હોસ્પિટલ જઈ પરિવારજનોના નિવેદન નોંધવાની કાર્યવાહી કરી હતી. રાજકોટ બેડી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડી.કે. સખીયાનું પત્તું કપાયું હતું. જેના કારણે તેમના પુત્રને ટિકીટ આપવામાં આવી હતી. આ ચૂંટણીમાં જીતેન્દ્ર સખીયાની જીત થઈ હતી. આ ઉપરાંત તેઓ ડી.કે. સખિયા રાજકોટ માર્કેટ યાર્ડમાં અગાઉ ચેરમેન પદે રહી ચૂક્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગઈકાલે જ જીતેન્દ્ર સખિયાના પુત્રની સગાઈ થઈ હતી. તેમજ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડી.કે. સખીયાએ પણ તેમના પુત્રને હોદ્દેદાર બનાવવા માટે લોબિંગ શરૂ કર્યું હતું.

Most Popular

To Top