Gujarat

રાજકોટ – વડોદરા મનપામાં કોરોનાના 12 કેસ સહિત વધુ નવા 60 કેસ, નવસારીમાં એકનું મોત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 60 કેસ નોંધાયા છે. આ ઉપરાંત નવસારીમાં વધુ એક કોરોનાના દર્દીનું મૃત્યુ થતાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,101 પર પહોંચ્યો છે. સાથે જ આજે વધુ 58 દર્દીઓ સાજા પણ થયા છે. રાજ્યમાં નોંધાયેલા 60 કેસમાં રાજકોટ, વડોદરા મનપામાં 12-12, અમદાવાદ મનપામાં 8, કચ્છમાં 7, સુરત મનપામાં 5, જામનગર મનપા, નવસારીમાં 3-3, વડોદરા ગ્રામ્ય, વલસાડમાં 2-2, ભરૂચ, ભાવનગર મનપા, જૂનાગઢ ગ્રામ્ય, મહેસાણા, પોરબંદર, રાજકોટ ગ્રામ્યમાં 1-1 કેસ નોંધાયો છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 581 છે. જેમાંથી 05 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 576 દર્દીઓ સ્ટેબલ છે. તેવી જ રીતે છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 58 દર્દીઓ સાજા થતાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,17,745 દર્દીઓ સાજા થયા છે.

Most Popular

To Top