National

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને વધુ એક ઝટકો, રાજીવ બેનર્જીએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું

કોલકાતા (Kolkata): પ.બંગાળમાં (West Bengal) જેમ જેમ ચૂંટણીઓ નજીક આવી રહી છે. અહીં ભાજપ અને મમતા બેનર્જીની ( Mamata Banerjee) તૃણમૂલ કોંગ્રેસ (TMC) વચ્ચે રસાકસી જાણે વધતી ચાલી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એટલે કે શુક્રવારે પ.બંગાલના પ્રવાસે નીકળ્યા છે. એવામાં મમતા બેનર્જીની પાર્ટીના ખાસ નેતા અને ધારાસભ્ય રાજીબ બેનર્જીએ શુક્રવારે પદેથી રાજીનામું આપ્યું હતું. થોડા જ દિવસો પહેલા રાજીબ બેનર્જી (Rajib Banerjee) મમતા બેનર્જીના કેબિનેટમાંથી બહાર નીકળ્યા હતા. અટકળો હતી કે તેઓ ભાજપમાં જોડાશે. જે કે તેમના તરફથી આ અંગે કોઇ સત્તાવાર નિવેદન આવ્યુ નથી.

મમતા કેબિનેટ છોડ્યાના દિવસો પછી, રાજીબ બેનર્જીએ ટીએમસીના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ તેમણે એક સોશિયલ મિડીયા પોસ્ટમાં લખ્યુ હતુ કે, ‘પશ્ચિમ બંગાળના લોકોની સેવા કરવી એ મારી જિંદગીની સૌથી મોટી ઉપલબ્ધિ રહી છે, હું મારા કાર્યકાળના લગભગ 10 વર્ષ દરમિયાન જે કંઇ પૂરો કરું છું તેનાથી હું પ્રસન્ન છું. તમે મારામાં જે વિશ્વાસ મૂક્યો છે તેની હું ખૂબ જ પ્રશંસા કરું છું. હું મારામાં વિશ્વાસ રાખવા બદલ દોમજુર મત વિસ્તારના લોકોને પણ આભાર માનું છું અને હું આપના બધાની સાથે રહીશ અને આવનારા ભવિષ્યમાં તમારી અને બંગાળની સુધારણા માટે કામ કરવાનું વચન આપું છું. દરેકને અને વિધાનસભાના મારા પ્રિય સભ્ય સાથીદારોને શુભકામનાઓ.’.


16 જાન્યુઆરીએ વિધાનસભાની ચૂંટણી પહેલા તેઓ પાર્ટી છોડશે તેવી અટકળોને વેગ આપતા, બેનર્જીએ ટીએમસી પર આકરા પ્રહારો કર્યા હતા કે, પક્ષના કેટલાક લોકો અને કાર્યકર્તાઓ કલ્યાણ માટેના તેમના “મિશન” ને અવરોધે છે. ફેસબુક લાઇવમાં, બેનર્જીએ કહ્યું હતું કે, “હું લોકો માટે કેટલાક સારા કામ કરવા માંગતો હતો, પરંતુ પાર્ટીમાં અમુક વ્યક્તિઓને કારણે તે કરવામાં નિષ્ફળ ગયો.”.

જણાવી દઇએ કે મમતા બેનર્જીને પહેલો ફટકો ત્યારે પડ્યો હતો જ્યારે પાર્ટીના સૌથી ખાસ ગણાતા સુવેન્દુ અધિકારી (Suvendu Adhikari) TMC છોડી ભાજપમાં જોડાયા હતા. તેમની પાછળ પાર્ટીના 40 જેટલા કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતા. 18 જાન્યુઆરીએ દીદીએ કહ્યું હતું કે “હું નંદીગ્રામથી લડીશ. નંદીગ્રામ મારા માટે ભાગ્યશાળી સીટ છે.” તેમણે કહ્યું કે તે બે વિધાનસભા મત વિસ્તારમાંથી લડશે, જેમાંથી એક કોલકાતાની ભવાનીપુર બેઠક અને બીજી નંદીગ્રામ હશે. આ જાહેરાત સાથે જે તેમણે ભાજપને પડકાર ફેંક્યો હતો કે ભાજપ ચૂંટણીઓ જીતીને બતાવે નંદીગ્રામ પર સુવેન્દુ અધિકારીનું વર્ચસ્વ રહ્યુ છે. 2011 અને 2016ની ચૂંટણીમાં સુવેન્દુ અધિકારીએ આ સીટ પરથી ચૂંટણી જીતીને મમતા બેનર્જીને મોટી જીત અપાવવામાં મદદ કરી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top