Gujarat

ગુજરાતમાં રાજસ્થાનનું હેલ્થ મોડલ લાવીશું- અશોક ગેહલોત, કોંગ્રેસે પ્રજાલક્ષી 11 મોટી જાહેરાતો કરી

અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણીના (Election) એંધાણ વચ્ચે તમામ રાજકીય પાર્ટી સક્રિય બની છે. આ વર્ષે આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ (Congress) પાર્ટીએ ભાજપને (BJP) ટક્કર આપવા કમર કસી છે. આમ આદમીના વાયદા બાદ હવે કોંગ્રેસે પણ 11 મોટી જાહેરાત કરી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે સી વેણુગોપાલ અને ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત (Ashok Ghelot) હાલ ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે.  ત્યારે અશોક ગેહલોતે જણાવ્યું હતું કે જો ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનશે તો રાજસ્થાનની વિખ્યાત મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય યોજનાને ગુજરાતમાં લાગુ કરાશે.  આ સાથે જ કોંગેસે કહ્યું છે કે 15 સપ્ટેમ્બર પહેલાં પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે. તેમજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આગામી પાંચ સપ્ટેમ્બરે ગુજરાત આવશે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતમાં પણ રાજસ્થાન મોડલ લાવવાની જાહેરાત કરી છે આ સિવાય કે સી વેણુગોપાલે રાજ્ય સરકારને આડે હાથ લીધી હતી. તેમણે ભાજપ સરકાર પર કટાક્ષ કરતા કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપની સ્થિતી કફોડી થતી દેખાઈ રહી છે કારણે કે 9 મહિના અગાઉ સંગ્ર કેબિનેટ બદલી નાખવામાં આવી અને હાલમાં જ બે દિવસ અગાઉ બે મંત્રીઓ પાસેથઈ ખાતા છીનવી લેવામાં આવ્યા છે. રાજ્ય સરકાર કરપ્ટ અને બિનઅસરકાર હોવાનું વેણુગોપાલે કહ્યું હતું. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ ગુજરાત સરકારમાં જ ગકબડ હોવાનું કહ્યું હતું. તેમણે સામે પ્રશ્નો કર્યા હતા કે કોઈ તકલીફ ના હતો તો આવું કરવાની જરૂર જ શું હતી.

ગેહલોતે પત્રકાર પરિષદમાં 11 પ્રજાલક્ષી જાહેરાતો કરી હતી. તેમણે રાજસ્થાન મોડલ ગુજરાતમાં લાવવામાં આવશે તેમ કહ્યું હતું. રાજસ્થાનની જેમ મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના, જૂની પેન્શન સ્કીમ- જાન્યૂઆરી 2004 પછી નિમાયેલા સરકારી કર્મચારીઓ માટે પૂર્વ પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવશે. તેમજ તેમણે અલગથી કૃષિ બજેટ બનાવવામાં આવશે તેમજ કૃષિ વીજ જોડાણ પણ 1000 સબસીડી પણ આપવામાં આવશે. ખેડૂતો માટે તેમણે વધુ એક સબસીડી આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે દૂધ આપનાક ડેરી ખેડૂતોને પ્રતિ લીટર રૂ.5ની સબસીડી આપવામાં આવશે. આ સિવાય તેમણે ઈન્દિરા ગાંધી શેહરી રોજગારી યોજના-ઇન્દિરા રસોઈ યોજનાની અંગે માહીતી આપી હતી. આ સિવાય તેમણે શિક્ષણમાં પણ નવી યોજના લાગુ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અંગે વિચારણાં ચાલી રહી છે ત્યારે સોનિયા ગાંધી દ્વારા અશોક ગેહલોતનો સંપર્ક કર્યો હોવાનું સામે આવ્યું છે અને તેમને કાર્યકારી અધ્યક્ષ બનાવવાની તૈયારી શરૂ કરાઈ છે. જો કે અશોક ગેહલોતે આ મુદ્દે કહ્યું કે , હાલ તેમને જે જવાબદારી સોંપાઈ છે તેઓ તે નિભાવી રહ્યાં છે.

Most Popular

To Top