કર્ણાટકમાં કોંગ્રેસની મળેલી જીતના વિશ્લેષણ થતાં રહેશે. આ જીત કોંગ્રેસ માટે એક પ્રકારે સંજીવની છે. કારણ કે, દક્ષિણા એક મોટા રાજ્યમાં કોંગ્રેસને સત્તા મળી છે એટલું જ નહીં પણ ગાંધી પરિવારમાં કોંગ્રેસ અને લોકોનો વિશ્વાસ ફરી મજબૂત થઈ શકે છે. એટલું જ નહીં પણ કોંગ્રેસ પરથી લોકોનો ભરોસો ઉઠી ગયો હતો. ભાજપે તો કોંગ્રેસમુક્ત ભારતનું અભિયાન ચલાવ્યું હતું અને એમાં સારી એવી સફળતા પણ મળી હતી. કર્ણાટકણી એક જીતે વિપક્ષ કે જે કોંગ્રેસને ગણતી નહોતી એ ગણવા માંડશે. મમતા બેનરજીએ કહ્યું કે, જ્યાં કોંગ્રેસ મજબૂત હોય ત્યાં એને ટેકો કરવો કરવો જોઈએ. અને સૌથી મહત્વની વાત એ છે કે, મુસ્લિમોએ કોંગ્રેસમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
છેલ્લી ઘણી ચૂંટણીઓમા એવું જોવા મળ્યું કે, મુસ્લિમ મતદારો કોંગ્રેસથી દૂરં થઈ કોઈ અન્ય પક્ષ કે નેતાની શોધમાં છે. પણ કર્ણાટકમાં મુસ્લિમ મતદારોની સંખ્યા ઠીક ઠીક છે અને એના મતો કૉન્ગ્રેસને મળ્યા છે. બિહાર જેવુ થયું નથી. અહી ઓવૈસીના અપક્ષને માત્ર ૧ ટકા જ મત મળ્યા છે. અને કોંગ્રેસે સોફ્ટ હિન્દુત્વ અપણાવ્યાં બાદ પણ આવું બન્યું છે એ નાણી વાત નથી. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની અસર દક્ષિણમાં થઈ છે એવા અનુમાનો સાચા પડ્યા છે. પહેલાના અને વર્તમાન રાહુલ ગાંધીમાં ઘણો બધો તફાવત જોવા મળે છે. રાજકીય પીઢતા વધી છે.
પણ ૧૩૫ જેટલી બેઠકો આવ્યા બાદ પણ કર્ણાટકમાં સરકાર સારી રીતે ચાલશે કે નહીં એની ચર્ચા સરકાર બને એ પહેલા શરૂ થઈ ચૂકી છે. અલબત્ત કોંગ્રેસે સારો નિર્ણય કર્યો છે અને સિધ્ધારમૈયાને મુખ્યમંત્રી અને ડી કે શિવકુમારને અપમુખ્યમંત્રી બનાવ્યા છે. કર્ણાટકમાં ભાજપની હારનું એક મહત્ત્વનું કારણ બોમાઈ સરકારમાં ભ્રષ્ટાચાર હતો, ૪૦ ટકા કમિશનની વાત કોંગ્રેસે બરાબર ઉપાડી અને લોકોના ગળે પણ ઉતરાવી. અને હવે શિવકુમારને મુખ્યમંત્રી બનાવાય તો એ મુદો એમની સામે પાછો આવી શકે એમ હતો. કારણ કે, શિવકુમાર સામે આવા આક્ષેપો છે અને સીબીઆઇ , ઇડીની તપાસ ચાલે છે. એ જેલમાં પણ જઇ આવ્યા. અને વધારામાં કર્ણાટક ડીજી પ્રવીણ સૂદને સીબીઆઇના ડિરેક્ટર બનાવાય છે એટલે સંભાવના છે કે, શિવકુમાર સામેના કેસને વધુ ગતિ મળે. અને શિવકુમાર મુખ્યમંત્રી બને તો એવી શક્યતા વધી જાય.
સોનિયા ગાંધીએ શિવકુમારને મનાવી લીધા છે પણ શું કર્ણાટકમાં રાજસ્થાનવાળી તો નહીં થાય ને? રાજસ્થાનમાં જીત પછી ગહલોત અને પાયલટ વચ્ચે મુખ્યમંત્રી બનવાની રેસ હતી પણ કોંગ્રેસે ત્યાં પણ એવો જ નિર્ણય લીધો અને ગેહલોતને મુખ્યમંત્રી અને પાયલોટને ઉપ-મુખ્યમંત્રી બનાવ્યા પણ બંને વચ્ચે આજે ય મનમેળ નથી અને હવે તો પાયલોટે ચૂંટણી આવે એ પહેલા રીતસર આંદોલન છેડી દીધું છે. કર્ણાટકમાં પણ એવું બન્યું તો કોંગ્રેસ માટે મુશ્કેલી સર્જાશે. કારણ કે, આ વર્ષમાં જ રાજસ્થાન , મધ્યપ્રદેશ, તેલગણા , છત્તિસગઢમાં ચૂંટણી થવાની છે. સિધ્ધારામૈયા પીઢ છે છે અને પાંચ વર્ષ શાસન ચલાવવાનો અનુભવ છે. શિવકુમાર કર્ણાટકમાં કોંગ્રેસ પ્રમુખ છે અને ઉપમુખ્યમંત્રી પણ છે. પણ ભવિષ્યમાં બંને વચ્ચે મતભેદો ના સર્જાય એ જોવાની જવાબદારી મોવડી મંડળણી છે અને રાજસ્થાનમાં પણ ગેહલોત અને પાયલોટ વચ્ચેના મતભેદો ના નિવારાયા તો ત્યાં કોંગ્રેસ માટે વિજય મેળવવાનું મુશ્કેલ બની જશે.
કર્ણાટકમાં વચનો પૂરા કરવાનો પડકાર
કર્ણાટકમાં કોંગ્રેસના વિજયમાં પાંચ વચનો એક મોટું કારણ હતા. હવે આ પાંચ વચનો પૂરા કરવાનો પડકાર છે. ભાજપ દ્વારા આ પાંચ વચનો રેવડી છે એવી ટીકાઓ થઈ જ છે. એમ તો ચૂંટણીમાં વિજય પહેલા કોઈ પક્ષ વચનો આપી શકે? એ મુદે ચર્ચા ચાલે છે. કોંગ્રેસે પાંચ ગેરંટી આપી છે. ગરીબોને ૨૦૦ યુનિટ ફ્રી વીજળી , બેરોજગારોને ભથ્થું , મહિલાઓને વિના મૂલ્યે બસ મુસાફરી , ૧૦ કિલો ચોખા , ઘરની મહિલા મુખીયાને દર મહિને રૂ. ૨૦૦૦ .. આ પાંચ ગેરેન્ટી કોંગ્રેસ સરકાર પૂરી કરી શકશે?
આ આખો મુસદો જેણે બનાવ્યો છે એ કોંગ્રેસના કે ઇ રાધાક્રુષ્ણન કહે છે કે, પાંચ વચનો પૂરા કરવા રૂ. ૫૦,૦૦૦ કરોડ જોઈશે. અમે આ મુદે બધી ગણતરી કરી લીધી છે. મફત વીજળી ગરીબી રેખા નીચે જીવતા લોકોને મળવાની છે. ભાજપ સરકાર પાંચ કિલો ચોખા તો આપતી જ હતી અમે ૧૦ કિલો આપવાનું વચન આપ્યું છે. બેરોજગાર ભથ્થું તો ઘણા દેશોમાં અપાય છે. અને કર્ણાટક સરકારનું બજેટ રૂ. ૩ લાખ કરોડનું છે અને એમાંથી ૬૦ ટકા જેટલું બજેટ વિકાસ માટે ખર્ચાય છે. એટલે અમલિકરણનો કોઈ ઇસ્યુ નથી. વાત આમ સરળ લાગે પણ અમલ જ અઘરો હોય છે. અને એવું ઘણા રાજ્યોમાં બન્યું છે.
પ્રકાશસિંહ બાદલની વિદાય
પંજાબના કદાવર અકાલી નેતા પ્રકાશસિંહ બાદળની વિદાય એ પંજાબના રાજકારણમાં એક યુગનો પણ અંત છે. ૭૦ વર્ષ જૂના અકાલી દલમાં બાદલ પ્રમુખ ચહેરો રહ્યા. ૧૯૪૭ માં સરપંચ બન્યા બાદ કોંગ્રેસમાંથી ધારાસભાની ચૂંટણી લડ્યા પછી ના જામ્યું એટલે એમણે અકાલી દળમાં પ્રવેશ કર્યો. ૧૩ વાર એ ચૂંટણી લડ્યા એમાં માત્ર બે વાર જ હાર્યા હતા. છેલ્લે ૨૦૨૨માં હાર્યા. ૯૫ વર્ષે રાજકારણમાં સક્રિય રહેવું એ આસન નથી. બાદલ એકઠી વધુવાર મુખ્યમંત્રી બન્યા પણ એમની વિદાય બાદ અકાલી દળ એમની ગેરહાજરી અનુભવશે કારણ કે એમના પુત્ર સુખબિર બાદલ અત્યારે પક્ષ સંભાળી રહ્યા છે પણ એ પક્ષને બેઠો કરી શકશે? કારણ કે, ૨૦૧૭માં અકાલી દળને ૧૧૭ બેઠકો મળી હતી અને ૨૦૨૨માં માત્ર ૧૫ જ બેઠક મળી. કિસાન આંદોલનના મુદે કેન્દ્ર સરકારમાંથી હરસીમરત કૌરે રાજીનામુ આઓપયુ અને ભાજપ અને અકાલી દળનો સબંધ પણ પૂરો થયો. આ સ્થિતિમાં બાદળની વિદાય અકાલી દળ માટે જ નહીં પંજાબના રાજકારણમાં પણ એક શૂન્યવાકાશ પેદા કરે છે.
કૌશિક મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.