National

‘આજે તું રહેશે કે હું’ કહીને પતિએ સોશિયલ મીડિયા પ્રભાવક અનામિકા બિશ્નોઈ પર કર્યું ફાયરિંગ, ઘટનાસ્થળે જ મોત

જોધપુર: (Jodhpur) રાજસ્થાનમાં એક સોશિયલ મીડિયા (Social Media) પ્રભાવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હત્યારો અન્ય કોઈ નહીં પણ મહિલાનો પતિ હોવાનું બહાર આવ્યું છે. ગોળી મારતા પહેલા પતિએ મહિલાને પૂછ્યું કહ્યું હતું કે તે આજે તુ રહેશે કે હું. આ પછી તેણે પત્ની પર અનેક ગોળીઓ ચલાવી હતી. મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરનું નામ અનામિકાના બિશ્નોઈ છે. મળતી માહિતી મુજબ અનામિકાના મોત બાદ પણ તેના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યા વધી રહી છે. તેના મૃત્યુ પછી તેના ફોલોઅર્સમાં હજારો લોકોનો વધારો થયો છે.

મામલો ફલોદી જિલ્લાનો છે. અહીં એક મહિલા દુકાનદારની તેના જ પતિએ ગોળી મારીને હત્યા કરી હતી. પહેલા પતિ દુકાને આવ્યો હતો અને વાતચીત દરમિયાન તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. આ પછી પતિએ પત્નીની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. આ ઘટના ફલોદી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાગૌર રોડ પર સિટી પોઈન્ટ પાસે બપોરે 1.15 વાગ્યે બની હતી. 33 વર્ષીય મૃતક મહિલાની ઓળખ અનામિકા બિશ્નોઈ તરીકે થઈ છે. તે સિટી પોઈન્ટ પાસે નારી કલેક્શન નામની દુકાન ચલાવતી હતી અને તે સોશિયલ મીડિયા પ્રભાવક હતી.

ઘટનાને અંજામ આપ્યા બાદ અનામિકાનો પતિ મહિરામ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે મહિરામ તેની પત્ની પર ફાયરિંગ કરી રહ્યો છે. આ અંગે એસપીનું નિવેદન બહાર આવ્યું છે. ફલોદી જિલ્લાના કાર્યવાહક એસપી સૌરભ તિવારીએ જણાવ્યું કે ઘટનાની માહિતી મળ્યા બાદ જ્યારે તેઓ દુકાન પર પહોંચ્યા અને સીસીટીવી ચેક કર્યા તો જાણવા મળ્યું કે અનામિકાના પતિ મહિરામ બપોરે લગભગ 12 વાગ્યે દુકાન પર આવ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. અનામિકાને ફલોદી હોસ્પિટલમાં લઈ જવામાં આવી, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

પતિ સાથે સતત વિવાદ ચાલતો હતો
કાર્યવાહક એસપીએ જણાવ્યું કે અનામિકાના લગ્ન 13 વર્ષ પહેલા નગરસર (બીકાનેર)ના રહેવાસી ગોપીરામના પુત્ર મહિરામ સાથે થયા હતા. પરંતુ બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો અને મામલો કોર્ટમાં ચાલી રહ્યો હતો. મૃતકને બે પુત્ર છે. એકની ઉંમર 12 વર્ષ અને બીજી 10 વર્ષની છે.

Most Popular

To Top