બીકાનેર: રજસ્થાનના (Rajasthan) બીકાનેરમાં એક દલિત યુવતીની રેપ (Rape) પછી હત્યાના (Murder) મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ કેસમાં બે પોલીસ કોન્સ્ટેબસલના નામ સામે આવ્યાં છે જેના કારણે બંને પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ (Suspend) કરી દેવામાં આવ્યાં છે. પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે. ઉપરાંત યુવતીના પરિવારજનો ધરણાં પર બેસી ગયા છે અને તેઓનો સંદેહ છે કે આ કેસમાં બીજા ધણાં લોકો શામિલ હોય શકે છે.
બીકાનેરમાં રહેનારી દલિત વર્ગની એક યુવતી બે દિવસ પહેલા સવારે કોચિંગ માટે જવા ઘરેથી નીકળી હતી. સમયસર ઘરે પરત ન આવતા પિતાને એવી ખબર મળી હતી કે તેમની પુત્રી ગંભીર રીતે ઘાયલ થઈ છે જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હોસ્પિટલ પહોંચતા પિતાને તેની પુત્રીના મોતના સમાચાર મળ્યા હતા. ઉપરાંત જાણકારી સામે આવી હતી કે તેમની પુત્રી સાથે રેપ કરવામાં આવ્યો છે અને ત્યાર પછી તેની હત્યા કરવામાં આવી છે. જેના કારણે પરિવારજનોમાં શોક સાથે રોષનો માહોલ છવાયો હતો. હોસ્પિટલના સીસીટીવી ચેક કરતા કેસમાં મોટો ખુલાસો થયો હતો.
સીસીટીવીમાં જેમાં જોવા મળતું હતું કે એક યુવક પ્રાઈવેટ ગાડીમાં યુવતીને હોસ્પિટલમાં લઈને આવે છે. આ યુવકની ઓળખ પોલીસ કોનસ્ટેબલ તરીકે થઈ છે. તે હોસ્પિટલમાં યુવતીને ભરતી કરાવે છે અને એક નર્સ તેને સારવાર માટે અંદર લઈ જાય છે. જે નર્સ યુવતીને સારવાર માટે સ્ટ્રેચર પર અંદર લઈ જઈ રહી હતી તેણે જણાવ્યું હતું કે યુવતીની હાલત ખૂબ ગંભીર જણાઈ રહી હતી તેમજ તે લોહીલુહાણ હાલતમાં હતી. તપાસમાં ખુલાસો થયો છે કે હોસ્પિટલમાં ભરતી થાય તે પહેલા જ યુવતીનું મોત થયું હતું.
આ અંગે એ ચર્ચાએ જોર પકડ્યું છે કે શા માટે પોલીસ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરવામાં આવ્યા જ્યારે તેઓની ધરપકડ થવી જોઈતી હતી.