Gujarat

રાજસ્થાનમાં નેશનલ હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માતમાં મહેસાણાના ત્રણ પિતરાઈ ભાઈઓનાં મોત

ગાંધીનગર: (Gandhinagar) રાજસ્થાનમાં બાડમેર નેશનલ હાઈવે (Highway) પર બે કાર (Car) વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં (Accident) મહેસાણાના ખેરાલુના ત્રણ યુવકોનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. જયારે બેને ગંભીર ઈજાઓ થવા પામી હતી. ખેરાલુના પિતરાઈ ભાઈઓ રણુંજા – રામદેવરા ખાતે દર્શને ગયા હતા. જોકે રસ્તામાં જ તેમની કારને અક્સમાત નડી ગયો હતો.

  • રણુંજા – રામદેવરા દર્શને ગયેલા મહેસાણાના ત્રણ પિતરાઈ ભાઈઓનું કાર અકસ્માતમાં મોત
  • બાડમેર નેશનલ હાઈવે નંબર 68 પર ઓવરટેક કરતી વખતે એક કાર સામેથી આવતી કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી

બાડમેર પોલીસના સૂત્રોએ કહ્યું હતું કે બે કાર ઓવરટેક કરતી વખતે એક કાર સામેથી આવતી કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેના પગલે આ અકસ્માત સર્જાયો હતો. બાડમેર નેશનલ હાઈવે નંબર 68 પર આ અકસ્માત થયો હતો. પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે આ અકસ્માતમાં સંદીપ ચૌધરી, સૌરભ ચૌધરી અને વિશ્વાસ ચૌધરીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે હિમાંશુ ચૌધરી અને ઉદય ચૌધરીને સારવાર માટે બાડમેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકો પૈકી બે પરિવારમાં તો એકના એક દીકરાઓ મોતને ભેટતા ખેરાલુ તાલુકાના આખા મલાલપુર ગામમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્રણેય યુવકોની અંતિમક્રિયા વખતે આખું ગામ હિબકે ચડ્યું હતું.

રાજકોટમાં ડમ્પરે મોપેડને ટક્કર મારતા મહિલા તબીબનું મોત
અમદાવાદ: રાજકોટમાં કોઠારિયા રોડ પર બેફામ રીતે ડમ્પર ચલાવી તેના ચાલકે મોપેડને ટક્કર મારતા , મોપેડ પર જઈ રહેલા મહિલા તબીબનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. અકસ્માત બાદ મહિલા તબીબને ત્વરીત સારવાર માટે હોસ્પિચલમાં ખસેડવામાં આવ્યા હતા, જો કે તેણીનું મૃત્યુ થયું હતું. મૃતક મહિલા તબીબનું નામ આયુષિ વાડોદરિયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે , કોઠારિયા રોડ પાણીની ટાંકી પાસે પૂરપાટ ઝડપે આવેલા ડમ્પરે મોપેડને ટક્કર મારી હતી. જેથી તેના પર સવાર મહિલા ડોક્ટર રોડ પર પટકાયા હતા અને માથા સહિતના ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

Most Popular

To Top