ગાંધીનગર : રાજસ્થાનના (Rajasthan) ગેંગસ્ટર (Gangster) રાજુ ઠેહટની હત્યા કેસમાં ગુજરાત એટીએસને (Gujarat ATS) મોટી સફળતા મળી છે. એટીએસની ટીમે ઠેહટની હત્યા કરીને સનસનાટી મચાવનાર લોરેન્સ બિશ્નોઈ ગેંગના સુત્રધાર વિજયપાલ બિશ્નોઈને ઝડપી લીધો છે.રોહિત ગોદારાએ રાજુ ઠેહટની ગોળી મારીને હત્યા કરી હતી. રાજસ્થાન પોલીસના જણાવ્યા અનુસાર આ હથિયાર રોહિતને વિજય બિશ્નોઈએ આપ્યું હતું.એટીએસના સૂત્રોએ કહ્યું હતું કે લોરેન્સ બિશ્નોઈ ગેંગના વિજયપાલ બિશ્નોઈ ગુજરાતમાંથી ટ્રકમાં છુપાઈને બીકાનેર જવા રવાના થયો છે તેવી બાતમી મળી હતી.
- ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે
- હથિયાર રોહિતને વિજય બિશ્નોઈએ આપ્યું હતું
- રોહિત ગોદારાએ રાજુ ઠેહટની ગોળી મારીને હત્યા કરી હતી
હત્યાના કાવતરામાં સંડોવણીની કબૂલાત કરી લીધી
જેના પગલે વિજયપાલને મહેસાણા નજીકથી પકડી લીધો હતો. ઉલ્લેખનીય છે કે, ગેંગસ્ટર રાજુ ઠેહટની હત્યાનું કાવતરું નવ મહિના પહેલા એપ્રિલમાં લોરેન્સ ગેંગના ગેંગસ્ટર રોહિત ગોદારા દ્વારા ઘડવામાં આવ્યું હતું. તેણે બિકાનેરના લુંકરનસરમાં આ હત્યાકાંડનું કાવતરું ઘડ્યું હતું. ધરપકડ કરાયેલા ગેંગસ્ટરે રાજુ હેઠરની હત્યાના કાવતરામાં સંડોવણીની કબૂલાત કરી લીધી છે.
નવા વર્ષની પૂર્વ રાત્રીએ અમદાવાદના થલતેજમાં એક યુવકની હત્યા
ગાંધીનગર : નવા વર્ષની પૂર્વ રાત્રીએ અમદાવાદના થલતેજમાં હેબતપુર પાટીયા પાસે એક યુવકની લાશ મળી આવી છે. જેના પગલે સોલા પોલીસે ધનિષ્ઠ તપાસ હાથ ધરીને હત્યાને અંજામ આપનારા તત્વોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે હેબતપુર પાટીયા – ફાટક પાસે બાઈક પર એક યુવકને બેસાડીને લાવવામાં આવ્યો હતો તે પછી એક યુવકે આ યુવકને પકડી રાખ્યા બાદ અન્ય એક યુવકે બેરહેમીથી લાકડી ફટકારી રહ્યો હોવાનું જણાય છે. ત્યાર બાદ યુવકની લાશ નજીકના ઝાડીમાં ફેંકીને આરોપીઓ નાસી છૂટ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમા રેકોર્ડ થયેલી દેખાય છે. પોલીસ દ્વ્રારા હાથ ધરાયેલી તપાસમાં મળતી વિગતો મુજબ, મૃતકનું નામ રાજેન્દ્ર કાનારમ નવલ (ઉ.વ.25) છે. ચાણક્યપુરી વિસ્તારમાં ડમરુ સર્કલ સેક્ટર 3 વિસ્તારમાં રહે છે. મૃતક યુવક છોટા હાથી ચલાવતો હતો.