જોધપુર: આસારામના (Asaram) સમર્થકોએ આજે બુધવારે એક વકીલને (lawyer) માર માર્યો હતો. આજે નવી હાઈકોર્ટ (High Court) પરિસરમાં સમર્થકોએ (supporters) એડવોકેટને માર માર્યો હતો. આસારામનું પ્રતિનિધિત્વ કરવા માટે દિલ્હીથી વકીલો આવ્યા હતા. આ ઘટનાને લઈને વકીલોમાં (lawyer) ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ વકીલોએ આરોપીને પકડીને પોલીસને હવાલે કર્યો છે.
આસારામનું પ્રતિનિધિત્વ કરવા દિલ્હીથી વકીલો આવ્યા હતા
આસારામની અરજી પર આજે જોધપુર હાઈકોર્ટમાં સુનાવણી થવાની હતી. આસારામનું પ્રતિનિધિત્વ કરવા દિલ્હીથી એડવોકેટ વિજય સાહની આવ્યા હતા. પરંતુ કોઈ મુદ્દાને લઈને આસારામના સમર્થકોએ હાઈકોર્ટના નવા પરિસરમાં એડવોકેટને માર માર્યો હતો. મળતી માહિતી મુજબ આસારામના સ્વાસ્થ્યના કારણોને લઈને હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. ઘટના બાદ ત્યાં હાજર એડવોકેટોએ આરોપીને કુડી પોલીસ સ્ટેશનને હવાલે કર્યો હતો. જો કે આ ઘટના બાદ એડવોકેટ્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
શું હતો મામલો?
વાસ્તવમાં રાજસ્થાન હાઈકોર્ટે નકલી RTIના જવાબના કેસમાં આસારામને જામીન આપ્યા હતા. આસારામના સમર્થકોમાંના એક મારવાહે 2016માં તેમના જામીન માટે સુપ્રીમ કોર્ટમાં તેમના સ્વાસ્થ્ય સંબંધિત નકલી RTI જવાબ રજૂ કર્યો હતો. આ પછી આસારામ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં સહઆરોપી રવિ રાય મારવાહને પહેલા જ જામીન મળી ચૂક્યા છે. પરંતુ આ કેસ હજુ લાંબો સમય ચાલશે તેવી અપેક્ષા છે. કહેવાય છે કે ગણેશ કુમાર નામના વ્યક્તિએ મારવાહને સુપ્રીમ કોર્ટમાં આરટીઆઈ દસ્તાવેજો આપ્યા હતા.